
નવી દિલ્હીઃ ખાંસીની દવાના કારણે બાળકોનું મોત થયું હોવાની કેટલીક ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે હવે દવાઓ બનાવતી કંપનીઓ અને ડૉક્ટરો સામ-સામે આવી ગયાં છે. ખાસ કરીને મધ્ય પ્રદેશમાં બનેલી ઘટનાના કારણે તપાસ ચાલી રહી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)એ પણ કાર્યવાહી હાથ ધરી છે. NHRCએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારને નોટિસ આપીને રિપોર્ટ પણ માંગ્યો છે.
કફ સિરપના કારણે અનેક બાળકનાં મોત
કફ સિરપના કારણે કેટલાક બાલકોનું મોત થયું છે. જેને લઈને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકાર સાથે સાથે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને પણ નોટિસ પાઠવી છે. કફ સિરપના કારણે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક બાળકોનું મોત થયું છે, ત્યાર પછી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
કેરળ અને તેલંગણામાં સિરપ પણ પ્રતિબંધ
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશના છીંદવાડામાં 9 અને રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં બે બાળકોના મોત થયા હતાં. આટલા બાળકોનું કપ સિરપના કારણે મોત થયું તેથી કેરળ અને તેલંગાણા જેવા રાજ્યમાં પણ સાર્વજનિક એલર્ટ જાહેર કરીને સિરપ પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિરપ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહી છે. જેના કારણે અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નાના બાળકોને ઘણી વખત ઉધરસ થઈ જતી હોય છે, જેથી માતા-પિતા બાળકોને કપ સિરપ આપતા હોય છે. પરંતુ આ દવા અનેક બાળકો માટે જીવલેણ સાબિત થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, બાળકોને વાયરલ ચેપના કારણે ઉધરસ થતી હોય છે, જેવામાં બાળકોને ઉધરસની દવા આપવી જરૂર નથી હોતી.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ કફ સિરપ કાંડ, ત્રણ વર્ષમાં કશું બદલાયું નહીં