કફ સિરપથી મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીબીઆઈ તપાસની માંગ

નવી દિલ્હી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોમાં મોતનો મુદ્દો ગંભીર બન્યો છે. જેમાં મધ્યપ્રદેશમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ પીવાથી 16 બાળકોના મોતની એસઆઈટી તપાસ શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
જાહેર હિતની અરજી દાખલ
આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક વકીલ દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જીવલેણ કફ સિરપના ઉત્પાદન, નિયમન, પરીક્ષણ અને વિતરણની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાતની બે કંપનીની કફ સિરપ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર, ઉત્પાદન બંધ કરાવી જથ્થો પરત ખેંચવાનો આદેશ
સીબીઆઈને તપાસ સોંપવામાં આવે
આ અંગે વિશાલ તિવારીના નામના એડવોકેટે માંગ કરી છે. જે અલગ અલગ રાજ્યમાં આ ઘટના બની છે તેની સમગ્ર તપાસ સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. તેમણે અરજીમાં દલીલ કરી છે કે, અલગ અલગ રાજ્યમાં તપાસના લીધે તેની તપાસમાં એકસૂત્રતા નહિ જાળવવી મુશ્કેલ બનશે. તેમજ જે રીતે દેશના જીવલેણ ફોરમ્યુલેશન બજારમાં આવે છે તેની પર રોક લગાવવા મુશ્કેલી ઉત્પન્ન થશે.
વિશેષ આયોગની રચનાની માંગ
તેમજ આ અંગે રાષ્ટ્રીય સ્તરે ન્યાયિક અથવા વિશેષ આયોગની રચનાની માંગ કરવામાં આવી છે. જેના લીધે આ પ્રકારની જીવલેણ દવાઓના ફોરમ્યુલેશન પર ધ્યાન રાખવામાં આવે. તેમજ આવા ઉત્પાદનોના વેચાણ પૂર્વે એનએબીએલ માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાના માધ્યમથી પરીક્ષણ અનિવાર્ય બનાવવામાં આવે.