દુનિયાના ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારત અને પાકિસ્તાનનો ક્રમ ક્યાં છે?
![Corruption Perceptions Index 2024 Rankings Released](/wp-content/uploads/2025/02/Corruption-Perceptions-Index-2024-Rankings-Released.webp)
નવી દિલ્હી: ભ્રષ્ટાચાર એ ઉધઈ જેવો છે, જે આપણા સમાજ, અર્થતંત્ર અને સમગ્ર દેશને પોકળ બનાવી રહ્યો છે. સમાજ અને દેશના વિકાસમાં આ એક મોટો અવરોધ છે. ત્યારે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આજે 180 દેશનું તારણ કાઢીને દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટાચાર અને ઓછા ભ્રષ્ટાચારવાળા દેશની યાદી જાહેર કરી હતી. 2024 માટે આ રેન્કિંગમાં પાકિસ્તાનને રેન્ક આપવામાં આવ્યો છે.
વિશ્વમાં ભ્રષ્ટાચારનું સ્તર ખૂબ વધ્યું
CPIના રિપોર્ટ મુજબ વૈશ્વિક ભ્રષ્ટાચારનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ રિપોર્ટમાં વિશ્વભરમાં ગંભીર ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. દુનિયાના બે તૃતિયાંશથી વધુ દેશો 100 માંથી 50 થી ઓછા સ્કોર પર સ્થાન પામ્યા છે. આશરે 6.8 અબજ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં 50થી ઓછો CPI સ્કોર છે, જે વિશ્વની કુલ વસ્તીના 85 ટકા જેટલા છે. આ યાદી 180 રાષ્ટ્રોને સમાવવામાં આવે છે.
આપણ વાંચો: કેજરીવાલ ભ્રષ્ટાચારના મુખ્ય સૂત્રધારઃ ફડણવીસ
ભારત અને પાકિસ્તાનની હાલત શું?
વર્ષ 2024ના રેન્કિંગમાં ભારત 38 પોઈન્ટ સાથે 96મા ક્રમે રહ્યો છે. ભારતના અન્ય પાડોશી દેશમાં 45 પોઈન્ટ સાથે રેન્કિંગમાં 76મા ક્રમે છે. ભારતના અન્ય પાડોશી દેશ ચીન 42 પોઈન્ટ સાથે રેન્કિંગમાં 76મા ક્રમે છે. પાકિસ્તાન બે સ્થાન નીચે સરકીને 135મા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે તે 133મા સ્થાને હતું, પરંતુ આ વખતે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
કયા દેશો સૌથી સ્વચ્છ?
CPI 2024માં ભ્રષ્ટાચારના સંદર્ભે સૌથી સ્વચ્છ દેશો ડેનમાર્ક (90), ફિનલેન્ડ (88) અને સિંગાપોર (84) છે. સૌથી ભ્રષ્ટ દેશોમાં દક્ષિણ સુદાન (8), સોમાલિયા (9), વેનેઝુએલા (10), સીરિયા (12) અને લિબિયા (13)નો સમાવેશ થાય છે. જો કે આ રેન્કિંગમાં પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ પણ કઈ સારી નથી, કારણ કે તે સતત આ નીચલા સ્તરના દેશો તરફ સરકી રહ્યું છે.
આપણ વાંચો: ભાજપે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોને જેલમાં ધકેલી દેવામાં આવશે…
દુનિયાના ભ્રષ્ટ દેશ?
દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશની યાદીમાં દક્ષિણ સુદાન પહેલા ક્રમે છે, જ્યારે ઈન્ડેક્સમાં આઠ પોઈન્ટ પ્રાપ્ત કરનારા અને સૌથી નીચાના રેન્ક 180નો રેન્ક આપ્યો છે, જે સૌથી વધુ ભ્રષ્ટ દેશ છે. એના પછી સોમાલિયા 179 અને વેનેઝ્યુએલા 178મા ક્રમે છે. આ યાદીમાં સિરિયા 177, યમન, લિબિયા, ઈરીટિયા સહિત અન્ય દેશનો સમાવેશ થાય છે