નેશનલ

મધ્ય પ્રદેશમાં ભ્રષ્ટાચારે તો હદ વટાવી! 4 લિટર કલર માટે 233 મજૂર અને ₹1.07 લાખનું બિલ? વાંચો અહેવાલ

ભોપાલઃ મધ્ય પ્રદેશની એક શાળામાંથી ચોંકાવનારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગણિત સૌથી સારુ તો શિક્ષકો શાળામાં જ ભણાવી શકે છે. પરંતુ જો શાળાના શિક્ષકો ખુદ ગણિતમાં કાચા હોય તો? આ માત્ર ભણવવાની વાત નથી.અહીં વાત છે શાળાએ કરેલા કૌભાંડની. મામલો એવો છે કે, મધ્ય પ્રદેશની એક શાળાએ દિવાલ પર કલર કરવા માટે એક બે નહીં પરંતુ 168 મજૂર અને 65 કડિયા બોલાવ્યાં. મતલબ કે દિવાલ રંગવા માટે કુલ 233 લોકોએ કામ કર્યું હોવાનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. એટલું જ નહીં પરંતુ 10 બારીયો અને ચાર દરવાજાને રંગવા માટે 275 મજૂર અને 150 કડિયા બોલાવ્યાં હોવાનો પણ ઉલ્લેખ છે.

ચાર લિટર કલર રંગવા માટે કુલ 1 લાખ અને 7 હજાર રૂપિયાનો ખર્ચ?

આટલા કામ માટે કુલ 425 લોકોએ કામ કર્યું હશે! આવું વાસ્તવમાં થયું નથી પરંતુ શાળાએ સરકાર પાસેથી વધારે રૂપિયા ખંખેરવા હતા. એટલે આટલા લોકોએ કામ કર્યું છે તેવો બિલમાં ઉલ્લેખ કરી દીધો. ચાર લિટર કલર રંગવા માટે કુલ 1 લાખ અને 7 હજાર રૂપિયાનો ખર્ચ થયો હોવાનું બિલ પાસ કરાવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ બિલ પર જિલ્લા શિક્ષણાધિકારીએ પણ સહી અને સિક્કા કર્યાં છે. આ બિલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને લોકો તેનો ખુલાસો પણ માંગી રહ્યાં છે.

સરકાર પાસેથી ગમે રૂપિયા ખંખેરવાની આ નવી રીત છે!

મહત્વની વાત એ છે કે, આવું વાસ્તવમાં બન્યું નથી, આટલા લોકોએ શાળાઓની દિવાલો પર કામ કર્યું જ નથી પરંતુ તેવુ માત્ર કાગળ પર દર્શાવી દેવામાં આવ્યું છે. આ કામ સુધાકર કન્સ્ટ્રક્શને કર્યું છે અને 5 મે 2025 ના રોજ તેના માટે બિલ પાસ પણ કરાવી લીધું છે. આ બિલ પર શાળાના આચાર્ય અને જિલ્લાના શિક્ષણ અધિકારીના સિક્કા અને સહી પણ છે. જો કે, જિલ્લા શિક્ષણ અધિકારી ફૂલ સિંહ મારપચીનું કહેવું એવું છે કે, ‘આ બે શાળાઓના બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે, જે તથ્યો બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે’.

શું આ બિલમાં ખોટી રીતે સહી સિક્કા કરવામાં આવ્યાં છે?

જો જિલ્લા શિક્ષણાધાકારી કાર્યવાહીની વાત કરી રહ્યાં છે. તો પછી બિલ પર સહી અને સિક્કા કોના છે? શું આ સહી સિક્કા ખોટી રીતે કરવામાં આવ્યાં છે? મહત્વની વાત એ છે કે, આ મામલે કાર્યવાહી થવી અનિવાર્ય છે. જ્યા માત્ર એક વ્યક્તિથી કામ થઈ શકે તેમ હોય તેવી જગ્યાએ 233 લોકોએ કામ કર્યું હોવાનું બિલ તંત્રએ પાસ કેવી રીતે કરી દીધું? વાસ્તવમાં કોઈ પણ કાર્યનું બિલ મંજૂર કરતા પહેલા જેતે અધિકારીને ઘટના સ્થળની તપાસ કરવાની હોય છે કે, ખરેખર બિલમાં જેટલી રકમ લખી છે એટલું કામ થયું છે કે નહીં? પરંતુ અહીં તો ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. કારણ કે, 4000 હજારના કામ સામે 1 લાખ અને 7 હજાર રૂપિયાનું બિલ મંજૂર થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button