
નવી દિલ્હી: આજના સમયમાં AI ક્ષેત્રે ઘણી પ્રગતી થઈ છે. ChatGPT, ગૂગલ જેમીની જેવા ચેટબોક્સ લોકોને તેમના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. જેથી ઘણા લોકો પોતાની પર્સનલ બાબતો અંગે પણ આવા AI ચેટબોક્સમાં પ્રશ્નો પૂછી રહ્યા છે. પરંતુ હવે AI ચેટબોક્સમાં શેર કરાતી પર્સનલ બાબતો અંગે મહત્ત્વની વાત સામે આવી છે.
OpenAIના સીઈઓએ આપી ચેતવણી
ટેક્નોલોજી લોકાના હાથવગી આવી ગઈ છે. જેથી તેનો ઉપયોગ પણ વધ્યો છે. લોકો AI ચેટબોક્સમાંલ પોતાના પર્સનલ પ્રોબ્લમ, રિલેશનશિપ અને મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓને શેર કરીને પ્રશ્નો પૂછી રહ્યા છે. જેને લઈને OpenAIના સીઈઓ સેમ ઑલ્ટમેને મોટી ચેતવણી આપી છે.
તાજેતરમાં સેમ ઑલ્ટમેને Theo Von પૉડકાસ્ટમાં AI ચેટબોક્સને લઈને વાતચીત કરી હતી. પૉડકાસ્ટમાં
સેમ ઑલ્ટમેને જણાવ્યું કે, “આજના સમયમાં લોકો ChatGPT સાથે પોતાની અંગત વાતો શેર કરી રહ્યા છે. જેમાં રિલેશનશિપ, કરિયર, જીવનની સમસ્યાઓ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. ખાસ કરીને યુવાનો તેનો થેરાપિસ્ટ અથવા કાઉન્સેલરની જેમ ઉપયોગ કરે છે. પરંતુ આ એક સલામત માધ્યમ નથી.
તમારી પર્સનલ વાત કોર્ટમાં બનશે પુરાવો
તમે જ્યારે કોઈ વકીલ, ડૉક્ટર અથવા કાઉન્સેલર સાથે વાત કરો છો, તો ત્યાં લીગલ પાઈવસીનો નિયમ હોય છે. જે રીતે ડૉક્ટર અને દર્દી વચ્ચે અથવા વકીલ અને અસીલ વચ્ચે પ્રાયવસીનો અધિકાર હોય છે. પરંતુ AI સાથે કરેલી પર્સનલ ચેટ સંપૂર્ણ રીતે સલામત નથી. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કાનૂની માળખું તૈયાર કરાયું નથી. તેથી જો ભવિષ્યમાં તમારી સામે કોઈ કોર્ટ કેસ ચાલે છે, તો ChatGPTમાં કરેલી પર્સનલ વાતોને પુરાવા રૂપે રજૂ કરી શકાય છે. આ બહુ ખોટી વાત છે. ડૉક્ટર અને વકીલની જેમ AI ચેટબોક્સ સાથે કરેલી પર્સનલ વાતો પણ પ્રાઇવેટ હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, AI ચેટબોક્સ સાથે થયેલી પર્સનલ વાતચીતને પુરાવા તરીકે રજૂ કરવાની વાતને લઈને
સેમ ઑલ્ટમેને ચિંતા વ્યક્ત કરી છે. સાથોસાથ તેને લઈને વહેલી તકે કોઈ કાયદાકીય સુધારો કરવામાં આવે તેવી વાત કરી છે.
આ પણ વાંચો…ChatGPTથી હવે ફ્રીમાં બનાવી શકશો Ghibli ઇમેજ; OpenAI નાં CEO એ કરી જાહેરાત