કાશીમાં સાંઇ મંદિરને લઈને વિવાદ: તમામ મંદિરોમાંથી હટાવાઇ મૂર્તિ
વારાણસી: કાશીના મંદિરોમાં સાઈ પ્રતિમાને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવી રહ્યો છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાંઈ બાબાની પ્રતિમાઓ હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધી કાશીના 14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવી છે. સાથે જ કેટલાક બ્રાહ્મણો પણ સભાના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
કાશીના મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવવાનો મુદ્દો હવે વધી રહ્યો છે. એસપી એમએલસીએ સાંઈ બાબાની પ્રતિમાને હટાવવાનો વિરોધ કર્યો છે અને તેના પર કાશીનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સનાતન રક્ષક દળના પ્રદેશ અધ્યક્ષ અજય શર્માના નેતૃત્વમાં લગભગ 12 મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવવામાં આવી છે.
આ પણ વાંચો : ગૌમૂત્ર પીધા બાદ જ લોકોને ગરબામાં એન્ટ્રી મળે! ભાજપના નેતાની આજીબ માંગ
બે દિવસ પહેલા લોહાટિયા સ્થિત બડા ગણેશ મંદિરમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવવાનો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધ્યો હતો. બીજી તરફ સનાતન રક્ષક દળના અજય શર્માનું કહેવું છે કે હિંદુ મંદિરોમાં દેવી-દેવતાઓની સાથે ફકીરની મૂર્તિની પૂજા કરીને ભગવાનનો દરજ્જો આપવાનું કોઈ કારણ નથી. મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવવાનો વીડિયો વાયરલ થયો હતો. સામાન્ય બનારસી લોકો આ મુદ્દે એકમત નથી જણાય રહ્યા.
આ દરમિયાન, SP MLC આશુતોષ સિન્હાએ તેને ભાજપનો સ્ટંટ ગણાવ્યો હતો અને કહ્યું કે મહારાષ્ટ્રમાં જે રીતે સામાન્ય જનતા ભાજપની વિરુદ્ધ છે, તેને જોતા કાશીમાં આ પ્રયોગ ઈશારા પર કરવામાં આવી રહ્યો છે. કાશીએ હંમેશા તમામ ધર્મો અને માન્યતાઓનું સન્માન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ભાજપ કાશીમાં સાંઈ વિશે ખોટો પ્રચાર કરીને ચૂંટણીને મુદ્દાઓથી વાળવાનો પ્રયાસ કરી રહી છે. કાશીમાં જ ગલીઓની હાલત ખરાબ છે. મોંઘવારી ચરમસીમાએ છે, ગંગાની સફાઈ થઈ નથી, આ લોકો તે મુદ્દે વિરોધ નથી કરતા, પરંતુ ચૂંટણીનો સમય આવતાં જ આ સંગઠનો ધર્મ આધારિત મુદ્દા ઉઠાવીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા લાગે છે.