ઇન્ટરનેશનલનેશનલ

બ્રિટન PMના નિવાસસ્થાને દિવાળી ઉજવણીને લઈને વિવાદ: માંસ અને દારૂ પીરસાયાનો આરોપ

લંડન: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર દ્વારા તેના સત્તાવાર નિવાસ સ્થાન પર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જો કે આ ઉજાણીને લઈને વિવાદ છેડાઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવાળીનો મિજબાનીમાં માંસ અને દારૂ પીરસવામાં આવ્યો હતો, જેના કારણે કેટલાક બ્રિટિશ હિન્દુઓમાં નારાજગી ફેલાણી છે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર આયોજિત દિવાળીની ઉજવણીમાં ઘણા ટોચના રાજકારણીઓએ ભાગ લીધો હતો.

અહેવાલો અનુસાર દિવાળીની ઉજાણીમાં અતિથિઓને લેમ્બ કબાબ, બીયર અને વાઈન પીરસવામાં આવી હતી. જાણીતા બ્રિટિશ હિન્દુ પંડિત સતીશ શર્માએ વડાપ્રધાનના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વડાપ્રધાન કાર્યાલય પર સંવેદનશીલતાના સંપૂર્ણ અભાવનો આરોપ લગાવ્યો.

આપણ વાંચો: પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા બ્રિટનના પીએમ, ઇમરાન ખાન જેવી કરી નાખી ભૂલ

એક વીડિયો નિવેદન જારી કરીને તેમણે કહ્યું કે, ‘છેલ્લા 14 વર્ષથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, માંસ અને વાઇન ક્યારેય પીરસવામાં આવ્યા ન હતા. જ્યારે આઅ સમાચારથી હું ખૂબ જ નિરાશ અને હેરાન છું. આ વર્ષની ઉજવણી મૂર્ખામીભરી લાગે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘આખરે વડાપ્રધાનના સલાહકારો કેટલા બેદરકાર રહ્યા હશે.’ તેમણે વડાપ્રધાનને આ અંગે નિવેદન આપવા પણ કહ્યું છે. બ્રિટિશ હિંદુઓ અને ભારતીયોની સામાજિક ચળવળની સંસ્થા ઈનસાઈટ યુકેએ પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમના તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે પવિત્ર તહેવારમાં માંસ અને દારૂ પીરસવામાં આવે છે જે તેની પવિત્રતાને નુકસાન પહોંચાડનારી બાબત છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓએ ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button