નેશનલ

બાબરી વિધ્વંસ સંબંધિત 31 વર્ષ જૂના કેસમાં ધરપકડથી વિવાદ

બેંગલૂરુઃ 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ કર્ણાટકના હુબલીમાં દેખાવો થયા હતા. 31 વર્ષ જૂના આ કેસમાં આરોપી બનાવવામાં આવેલા એક વ્યક્તિની રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ભાજપે હવે કર્ણાટકની કૉંગ્રેસ સરકાર સામે મોરચો ખોલી દીધો છે.

અયોધ્યામાં 22 જાન્યુારીના રોજ વડા પ્રધાન મોદીની હાજરીમાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઇ રહ્યો છે ત્યારે કર્ણાટકમાં રામ મંદિર સાથે જોડાયેલા 31 વર્ષ જૂના મામલાને લઇને હવે વિવાદ થઇ રહ્યો છે.

કર્ણાટકની સરકારે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા એક કારસેવકની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ભાજપે કર્ણાટક સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપે કહ્યું છે કે કૉંગ્રેસ સરકાર જાણીજોઇને કારસેવકોને પરેશાન કરી રહી છે. ભાજપે જણાવ્યું છે કે તેઓ ત્રીજી જાન્યુઆરીના રોજ બેંગલૂરુમાં આ ધરપકડનો વિરોધ કરશે.

1992માં બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ હુબલીમાં દેખાવો અને હિંસા થઇ હતી. આ હિંસામાં હાલમાં 50 વર્ષના કારસેવક શ્રીકાંત પૂજારીને આરોપી બનાવવામાં આવ્યો હતો. ભાજપે પૂજારી સામેની કાર્યવાહીને ખોટી ગણાવી છે. ભાજપે કહ્યું છે કે જેમણે SDPI અને PFIને મુક્ત કર્યા છે , તેઓ 31 વર્ષ બાદ રામભક્તને પરેશાન કરી રહ્યા છે કારણ કે રામ મંદિરથી તેમને બળતરા થાય છે. ભાજપે સમગ્ર કર્ણાટકમાં આ ધરપકડના વિરોધમાં દેખાવનું આયોજન કર્યું છે.

આ મમાલો લાંબા સમયથી પેન્ડિંગ છે. તોફાનોના 30-312 વર્ષ બાદ પુજારીની ધરપકડ કરવામાં આવી છે. પુજારી પર રમખાણોમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. ભાજપનું માનવું છે કે કૉંગ્રેસને રામ મંદિર સાથે સમસ્યા છએ. તેઓ માને છે કે રામ કાલ્પનિક પાત્ર છે. રમખાણના 30 વર્ષ બાદ તેઓ રામભક્તોની ધરપકડ કરે છે અને SDPI અને PFIને છોડી મૂકે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, ‘જો કોઇએ ભૂલ કરી છે તો અમે શું કરીએ? અમે શા માટે ગુનો કરનારને છોડીએ? અમે તમામ જૂના કેસ ખતમ કરવા માગીએ છીએ. પોલીસ કાયદા મુજબ કામ કરી રહી છે. આ નફરતની રાજનીતિ નથી. અમે કોઇ નિર્દોષની ધરપકડ કરી નથી. ‘

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો