26મી નવેમ્બર, સંવિધાન દિવસ પર જાણો સંવિધાનના 10 ખૂબ જ ઓછા જાણીતા ફેક્ટ્સ, મોટાભાગના લોકો છે અજાણ…

આજે 26મી નવેમ્બર…દેશભરમાં આજે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જ એ ઐતિહાસિક દિવસ છે કે જ્યારે 1949માં ડો.ભીમરાવ આંબેડરની અધ્યક્ષતા હેઠળ ભારતીય સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું. જોકે, એ વાત અલગ છે કે આ સંવિધાન 26મી જાન્યુઆરી, 1950માં લાગુ કરવામાં આવ્યું હતું, આજે સંવિધાન દિવસ પર જાણીએ ભારતીય સંવિધાન સંબંધિત 10 એવા અનોખા ફેક્ટ્સ વિશે કે જેનાથી મોટાભાગના લોકો અજાણ છે…
સંવિધાન દિવસ પર સંવિધાનના 10 ખૂબ જ ઓછા જાણીતા ફેક્ટ વિશે વાત કરીએ એ પહેલાં એ જાણીએ કે આખરે 26મી નવેમ્બરના જ કેમ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવા માટે 26મી નવેમ્બરનો દિવસ એટલે પસંદ કરવામાં આવ્યો કારણ કે આ જ દિવસે તેને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એ વિશે વાત કરીએ તો આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ નાગરિકોને સંવિધાનનું મહત્વ, અધિકારો અને કર્તવ્યને લઈને જાગરૂક કરવાનો છે.
આ છે સંવિધાનના 10 ઈન્ટરેસ્ટિંગ અને ખૂબ જ ઓછા જાણીતા ફેક્ટ્સ…
સંવિધાન દિવસની ઉજવણી કેમ અને એ પાછળના ઉદ્દેશ વિશે જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ ભારતીય સંવિધાન સંબંધિત ખૂબ જ ઓછા જાણીતા ફેક્ટ્સ વિશે…
સૌથી મોટો લખાયેલું સંવિધાન

જી હા, ખૂબ જ ઓછા લોકોને જાણ હશે કે ભારતીય સંવિધાન એ દુનિયાનો સૌથી મોટો લિખિત સંવિધાન છે. ભારતના સંવિધાનમાં 448 અનુચ્છેદ, 12 અનુસૂચિ અને 25 ભાગનો સમાવેશ થાય છે.
સંવિધાનની મૂળ પ્રતિ
ભારતીય સંવિધાનની મૂળ કોપી પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથથી ઈટાલિક સ્ટાઈલમાં લખી હતી. આ દસ્તાવેજ સંસદ ભવનની લાઈબ્રેરીમાં હિલિયમ ગેસથી ભરેલાં સ્પેશિયલ ગ્લાસના બોક્સમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે.
2 વર્ષ, 11 મહિના 18 દિવસમાં થયો તૈયાર…
ભારતીય સંવિધાનને સંવિધાન સભાએ તૈયાર કરવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. આ સમયે સંવિધાન સભાની 114 બેઠક થઈ હતી અને લાંબી ચર્ચા-વિચારણા બાદ આખરે સંવિધાનનું રૂપ સામે આવ્યો હતો.
અશોક ચક્ર બન્યું હતું રાષ્ટ્રીય ચિહ્ન
અનેક લોકોને એ વાતની જાણકારી નથી પણ 26મી જાન્યુઆરી 1950માં જ્યારે સંવિધાનને લાગુ કરવામાં આવ્યું એ જ દિવસે અશોક ચક્રને પણ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
2000થી વધુ વખત થયું સંશોધન
ભારતીય સંવિધાનના પહેલાં ડ્રાફ્ટમાં 2000થી વધુ બદલાવ કરવામાં આવ્યા હતા. આ પરથી જ ખ્યાલ આવે છે કે ભારતીય સંવિધાનને તૈયાર કરવા માટે કેટલી ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યા હતા.
15 મહિલાઓએ કર્યા હસ્તાક્ષર
જી હા, ભારતીય સંવિધાન પર હસ્તાક્ષર કરનારા લોકોમાં 15 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. એ સમયે 15 મહિલાઓના હસ્તાક્ષર એ મહિલાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને પાર્ટનરશિપને દર્શાવે છે, જ્યારે મહિલાઓને પાછળ ખેંચવામાં આવતી હતી.
મૌલિક અધિકારોનું વર્ગીકરણ
ભારતીય સંવિધાન દેશના તમામ નાગરિકોના છ મૌલિક અધિકાર આપે છે. આ મૌલિક અધિકારોમાં સમાનતા, સ્વતંત્રતા, શોષણથી સુરક્ષા, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષિણિક અધિકારઅને સંવૈધાનિક ઉપચારનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવના સંવિધાનની આત્મા
ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને એની આત્મા કહેવામાં આવે છે, જે અમેરિકન સંવિધાનની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. અત્યાર સુધીમાં સંવિધાનમાં કંઈ કેટલાય સુધારા થયા છે, પણ ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
અંગ્રેજી વર્ઝનમાં 1.17 લાખથી વધુ શબ્દો

ભારતીય સંવિધાનના અંગ્રેજી સંસ્કરણમાં તુલ 1,17,369 શબ્દનો સમાવેશ થાય છે, જે ભારતીય સંવિધાનને દુનિયાનાો સૌથી વિસ્તૃત સંવિધાનમાં સામેલ કરે છે.
અનેક દેશોથી પ્રેરિત છે
ભારતીય સંવિધાનને બેગ ઓફ બોરોવિંગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, આયરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાન સહિત અનેક દેશોના સંવિધાનથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવ્યું છે.



