નેશનલ

કોંગ્રેસની ભારત જોડો નહીં તોડો ન્યાય યાત્રાઃ ભાજપના પ્રમુખે લગાવ્યો મોટો આરોપ

ઇટાનગર: કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને ‘ભારત તોડો ન્યાય યાત્રા’ તરીકે ગણાવીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે દેશને એક કરવામાં કોંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.

જેપી નડ્ડાએ અહીં રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન પક્ષના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ તેની “ભાગલા પાડો અને રાજ કરો”ની રાજનીતિ માટે જાણીતી છે અને તેણે દેશના “ભાગલા” કરવા માટે બધું જ કર્યું હતું અને હવે તેના દુષ્કૃત્યોને છુપાવવા માટે યાત્રાનું આયોજન કરી રહી છે. નડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસને માત્ર “વોટ બેંક”ની રાજનીતિમાં રસ છે અને તેણે ક્યારેય મતદારો અને રાજકારણથી આગળ વિચાર્યું નથી.

ભાજપે દેશની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે, જ્યારે મોદીએ ‘રાજનીતિની ગતિશીલતા’ ને રાષ્ટ્રવાદમાં પરિવર્તિત કરી દીધી છે. નડ્ડાએ કહ્યું કે રાજ્યની જનતાએ ગાંધીને સવાલ કરવો જોઈએ કે તેઓએ (કોંગ્રેસ) હંમેશા વોટ બેંકની રાજનીતિના નામે દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો છે .તેમણે કટાક્ષ કર્યો.

જ્યારે જેએનયુમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ ક્યાં હતી? બીજા દિવસે, રાહુલ ગાંધી જેએનયુમાં જઈને એજ વિદ્યાર્થીઓની બાજુમાં ઉભા રહ્યા હતા, અને કહ્યું કે ત્યાં કોઈ એફ આઇ આર નહીં થાય. શું તેઓ ભારતને તોડવાનો પ્રયાસ નથી કરી રહ્યા? નડ્ડાએ એવો સવાલ ઉઠાવ્યો હતો અને ગાંધી પાસેથી જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે કહીને ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button