નેશનલ

‘ભારતમાં આંતરિક યુદ્ધ ચાલુ કરવા માંગે છે’, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનો રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ગંભીર આક્ષેપો કર્યાં છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધી ભારતમાં આંતરિક યુદ્ધ ચાલુ કરવા માંગે છે. નોંધનીય છે કે, આ નિવેદન ભારત બંધ અને તાજેતરના રાજકીય વિવાદોના સંદર્ભમાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ભારત બંધના એલાનને સંમર્થન આપ્યું હતું. જેના કારણે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ રાહુલ ગાંધી પર વાક્ પ્રહાર કર્યાં હતા. તે બાદ હવે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પણ મેદાનમાં આવ્યાં છે.

રાહુલ ગાંધીના ભારત બંધના સમર્થન મામલે શરૂ થયો વિવાદ

ગિરિરાજ સિંહ જેઓ ટેક્સટાઈલ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન છે, તેમણે રાહુલ ગાંધીની ભારત બંધને સમર્થન આપતી ભૂમિકાને લઈને આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આવા પગલાં દેશની એકતા અને શાંતિને જોખમમાં મુકે છે. રાહુલ ગાંધી અને તેમના પક્ષના નેતાઓ દ્વારા દેશવિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે આંતરિક યુદ્ધ તરફ દોરી જાય છે. સ્વાભાવિક છે કે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂર દ્વારા પણ આવી જ વાત કહેવામાં આવી હતી. તમારો કોઈ અધિકાર બીજાની આઝાદીને છીનવી ના શકે.

વિપક્ષી નેતાઓ વિભાજનની રાજનીતિ રમી રહ્યા હોવાનો આક્ષેપ

ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે, મોદી સરકાર દેશના વિકાસ માટે કાર્યરત છે, પરંતુ વિપક્ષી નેતાઓ વિભાજનની રાજનીતિ રમી રહ્યા છે. કહ્યું કે, દેશમાં રાહુલ ગાંધીથી મોટો જુઠ્ઠો કોઈ વ્યક્તિ નથી. તે દેશમાં ગૃહયુદ્ધ શરૂ કરવા માંગે છે. તેઓ સત્યના મંદિરમાં ખોટું બોલે છે. પીએમ મોદીના શાસનમાં ખેડૂતો સાથે ક્યારેય અન્યાય થઈ શકે નહીં. જ્યારે કૃષિ પ્રધાન અને વાણિજ્ય પ્રધાન પણ આ જ ખાતરી આપી રહ્યા છે, ત્યારે તમારી પાસે એવું શું છે જેના આધારે તમે ખોટી માહિતી ફેલાવી રહ્યા છો?

ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીની કઈ ફાઈલની વાત કરી?

એક મોટો આક્ષેપ કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે, જ્યારે ચીન, કંબોડિયા અને બરેલી સંબંધિત તમારી ફાઇલો ખોલવામાં આવશે, ત્યારે તમને ખબર પડશે. ભારતના લોકોએ તમને ઓળખી લીધા છે, અને તમે ક્યારેય સત્તામાં પાછા નહીં ફરો. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવા માટેની પણ ગિરિરાજ સિંહે વાત કરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button