નેશનલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ ગેરેન્ટી સાથે ઉતરશે ચૂંટણીના મેદાનમાં? આ મુદ્દા પર છે નજર

નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. જેને લઈને રાજકીય પક્ષો પણ તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP), ભાજપ (BJP) અને કોંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરા પર કામ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફરી એકવાર સત્તા પર કબજો કરવા પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ દિલ્હીની જનતા માટે 5 ગેરંટીની ટૂંક સમયમાં જાહેરાત કરવા જઈ રહી છે.

કોંગ્રેસની પણ તૈયારી દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ 70 બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનના ઉતાર્યા છે અને અરવિંદ કેજરીવાલ પણ સતત નવા વચનો આપી રહ્યા છે. હવે કોંગ્રેસ પણ તેની ગેરંટી સાથે મેદાનમાં ઉતરશે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓ દિલ્હીના લોકોને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાંચ મોટી ગેરંટી આપશે.

Also read:ભાજપનાં ગઢનો કાંકરો ખેરવવા કોંગ્રેસનું આગામી અધિવેશન ગુજરાતમાં

કોંગ્રેસ આપી શકે છે આ પાંચ વચન કોંગ્રેસનું ખાસ ધ્યાન મહિલા મતદારો પર છે. આ માટે કોંગ્રેસ મહિલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના લાવવાનું વચન આપી શકે છે. જે અંતર્ગત પાર્ટી જો દિલ્હી ચૂંટણી જીતશે તો મહિલાઓને દર મહિને 2500-3000 રૂપિયા આપવાનું વચન આપશે. કોંગ્રેસ પક્ષ સ્વાસ્થ્ય વીમા અંગે વચનો આપી શકે છે. જેનો લાભ દરેક વર્ગને મળી શકે. કોંગ્રેસ પાર્ટી યુવા મતદારોને આકર્ષવા માટે યુવાનોને નોકરીની ખાતરી આપી શકે છે. મજૂરોને આવક ગેરંટી યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ માટે રેશન કાર્ડની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દરરોજ નવી ગેરંટી જાહેર કરશે. આ સાથે જ દિલ્હીમાં પાર્ટીનો ચૂંટણી પ્રચાર પણ શરૂ થશે. આ પહેલા ભાજપે પણ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીમાં રેલી કરી AAP પર નિશાન સાધ્યું હતું. આમ આદમી પાર્ટીએ પણ પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે અને સતત મોટી ગેરંટી આપી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button