નેશનલ

ત્રણ રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસ બેકફૂટ પર

UPમાં બદલી રણનીતિ, હવે આ છે નવો પ્લાન

લખનઊઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યમાં પરાજય થયા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે. હવે પાર્ટી નવેસરથી જનઆંદોલન શરૂ કરશે. આ અંતર્ગત ફ્રન્ટલ સંસ્થાઓ વિવિધ મોરચે કામ કરશે. મુખ્ય સમિતિ પદયાત્રા અને અન્ય જાહેર આંદોલનોને લગતા કાર્યક્રમો શરૂ કરશે.

આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં કોઈને કોઈ રીતે નવું રાજકીય મેદાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પક્ષના પછાત વર્ગ વિભાગ દ્વારા જાતિ ગણતરી કરવા અને અનામતનો વ્યાપ વધારવા માટે વિવિધ જિલ્લાઓમાં પરિષદોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લઘુમતી વિભાગ પણ રચનાત્મક કાર્યો દ્વારા મુસ્લિમોને સાધવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત દલિતોને રીઝવવા દલિત ગૌરવ સંવાદ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સપા, આરએલડી સહિત વિવિધ પક્ષોના અનેક નેતાઓએ કોંગ્રેસનું સભ્યપદ લીધું છે.


ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામોના કારણે અહીંના કાર્યકરોમા નિરાશાની ભાવના જાગી ગઇ છે. તેમને નિરાશાથી બચાવવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ પક્ષના કાર્યકરોને આશ્વાસન આપશે કે ભલે ત્રણ રાજ્યોમાં પરિણામો કૉંગ્રેસની તરફેણમાં ના આવ્યા હોય, પણ કૉંગ્રેસ ઉત્તર પ્રદેશની તૈયારીઓ વધુ તેજ કરશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મંગળવારે બેઠક બોલાવી છે. જેમાં બૂથ મેનેજમેન્ટની સાથે જન આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવશે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રદેશ કાર્યકારિણીની પ્રથમ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.


ઉત્તર દેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર કોંગ્રેસ જ ભાજપને ટક્કર આપી શકે છે. અમે જન આંદોલન દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરીશું.


આ બેઠકમાં વિસ્તારવાર પદયાત્રા શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે તેમ સૂત્રો જણાવે છે. તેવી જ રીતે કાયદો અને વ્યવસ્થા, મોંઘવારી અને અન્ય સમસ્યાઓ અંગે વિરોધ પ્રદર્શન શરૂ કરવા, ખેડૂતોના પ્રશ્નો અંગે પરિષદો યોજવા અને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પ્રવેશ વધારવા માટે પણ જિલ્લાવાર વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…