નેશનલ

મોદીની ટીકાનો કૉંગ્રેસે આપ્યો જવાબ મોદીએ દેશનો અવાજ 10 વર્ષ માટે દબાવી દીધો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષની કરવામાં આવેલી ટીકા બાદ કૉંગ્રેસે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે જે લોકોએ 10 વર્ષ સુધી દેશનો અવાજ દબાવી નાખ્યો હતો તેમને લોકસભાની ચૂંટણીમાં સજા કરવામાં આવી છે.

મોદી દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપતાં કૉંગ્રેસના મીડિયા અને પબ્લિસીટી ડિપાર્ટમેન્ટના વડા પવન ખેરાએ કહ્યું હતું કે જે વ્યક્તિએ 10 વર્ષ સુધી દેશનો અવાજ દબાવી નાખ્યો ગુંગળાવી દીધા તે વિપક્ષે અવાજ ઉઠાવ્યા બાદ આજે ઘણો નબળો દેખાય છે અને તેને રડતો જોવા મળ્યો હતો. વડા પ્રધાને ચોમાસા સત્રની શરૂઆત કરવા પહેલાં વિપક્ષ માટે જે ટિપ્પણી કરી છે તે તેમના પદને છાજતી નથી, એમ ખેરાએ કહ્યું હતું.

વિપક્ષે વડા પ્રધાનનો અવાજ અઢી કલાક માટે દબાવી દીધો હતો, અહીં યાદ અપાવવું મહત્ત્વનું છે કે મોદીએ તેમના 10 વર્ષના અન્યાયી શાસન દરમિયાન આખા દેશને ગુંગળાવી નાખ્યો હતો અને લોકોએ તેની જ સજા આપી છે, એમ તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું.

આ પન વાચો : વડા પ્રધાનનો અવાજ દબાવવાનો બિનલોકતાંત્રિક પ્રયાસ: મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢી

વડા પ્રધાન મોદી ભૂલી ગયા છે કે તેઓ બહુમતી સરકારના વડા પ્રધાન નથી, પરંતુ એનડીએ સરકારના એક તૃતિયાંશ વડા પ્રધાન છે જે બે પાર્ટીના ટેકાથી ચાલી રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે મોદી સરકાર શબ્દનો ઉપયોગ બંધ કરીને તેઓ લોકતાંત્રિક છે એ સિદ્ધ કરવું જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.

જ્યારે તમે ભાષણ આપી રહ્યા હતા ત્યટારે અહંકાર અને જુઠાણાંથી ભરેલું હતું. અહીં તમને યાદ અપાવવું છે કે દેશ માટે પોતાનો પ્રાણ આપી દેવાનો જુસ્સો ધરાવતા 15થી વધુ અગ્નિવીરોએ આત્મહત્યા કરી છે. દરેક કલાકે 19 ખેડૂતો અને શ્રમિકો આત્મહત્યા કરી રહ્યા છે. તમે સાચા છો વડા પ્રધાન. સંસદ દેશ માટે છે. તે કોઈ રાજાનો દરબાર નથી. આથી વિપક્ષને યુવાનો, ખેડૂતો, જવાનો, શ્રમિકો, મહિલાઓ, પછાતો, દલિતો, આદિવાસીઓ અને ગરીબ લોકોની પીડા માટે અવાજ ઉઠાવવાની ફરજ પડે છે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button