નેશનલ

શશિ થરૂરે ફરી વડાપ્રધાન મોદીના ભરપુર વખાણ કર્યા! કોંગ્રેસે આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ કોંગ્રેસ શશિ થરૂર ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીની નીતિઓના વખાણ કરતા જોવા મળ્યા છે, જેને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ શકે છે. તાજેતરમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનાથ ગોએન્કા એવોર્ડમાં આપેલા વ્યાખ્યાનના ભરપુર વખાણ કર્યા હતાં, જેને કારણે અટકળોને વેગ મળ્યો હતો. હવે કોંગ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસે વડાપ્રધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનાથ ગોએન્કા એવોર્ડમાં આપેલા વ્યાખ્યાનને વખોડી કાઢ્યું હતું. શશિ થરૂરે વડાપ્રધાનના વ્યાખ્યાનની પ્રશંસા કરી એ અંગે કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

સોમવારે સાંજે આપેલા વ્યાખ્યાનમાં વડાપ્રધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષની ટીકા કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે વડાપ્રધાનના વ્યાખ્યાનને વખોડતા કહ્યું કે તેમણે હાલ નિષ્પક્ષ પત્રકારત્વ સામે ઉભી થયેલો સમસ્યાઓ પર બોલવું જોઈતું હતું, તેઓ દિવસ અને રાત માત્ર વિપક્ષ વિષે વિચાર કર્યા કરે છે.

વખાણ કરવા જેવું કશું નથી:
પત્રકારો સાથે વાત કરતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “મને વ્યાખ્યાનમાં વખાણ કરવા જેવું કંઈ જ ન લાગ્યું. મારું માનવું છે કે વડાપ્રધાને ઘણા સવાલોનો જવાબ આપવાનો છે. તેમણે જણાવવું જોઈએ કે તેમને નિષ્પક્ષ પત્રકારત્વ સામે શું વાંધો છે. તેઓ સત્ય બતાવનારા અને બોલનારાઓથી કેમ નાખુશ છે, મને તેમના વખાણ કરવા જેવું કશું નથી લાગી રહ્યું.”

શ્રીનાતે કહ્યું કે, “મને ખબર નથી કે તેમને (થરૂર) આ વ્યાખ્યાન કેમ સારું લાગ્યું, વડાપ્રધાને વ્યાખ્યાનમાં પણ કોંગ્રેસની ટીકા કરી. વડાપ્રધાન દિવસ-રાત માત્ર કોંગ્રેસ વિશે વિચારે છે. આ અદ્ભુત છે.”

થરૂરે શું કહ્યું હતું:
મંગળવારે X પરની એક એક પોસ્ટમાં, થરૂરે લખ્યું હતું, “ગઈકાલે રાત્રે ઇન્ડિયન એક્સપ્રેસના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રામનાથ ગોએન્કા વ્યાખ્યાનમાં હાજરી આપી. તેમણે વિકાસ માટે ભારતની રચનાત્મક તૈયારી વિશે વાત કરી અને સંસ્થાનવાદ બાદની માનસિકતા વિષે ભારપૂર્વક વાત કરી.”

શશી થરૂરે વડાપ્રધાન મોદીના વ્યાખ્યાનને આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાવ્યું.

આપણ વાંચો:  આંધ્ર ઓડીશા બોર્ડર પર સુરક્ષા દળો અને નક્સલી વચ્ચે અથડામણ, 3 મહિલા સહિત 7 માઓવાદીઓ ઠાર

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button