નેશનલ

રાહુલ ગાંધીનાં નિવેદન બાદ નવાજૂનીનાં એંધાણ? કોંગ્રેસે દેશભરના પ્રમુખોને મોકલ્યો મેસેજ…

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં જિલ્લા-તાલુકા પ્રમુખો સાથે બેઠક કરી હતી. તેમની અગાઉની મુલાકાતોની સરખામણીએ આ મુલાકાતમાં રાહુલ ગાંધીનાં તેવર કઈક જુદા જ હતા. આજે તેમણે કોંગ્રેસનાં પ્રમુખોને સંબોધતા જે નિવેદન આપ્યું તેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. રાહુલ ગાંધીનું નિવેદન બાદ કોંગ્રેસમાં કઈ નવાજૂનીનાં એંધાણ દેખાઈ રહ્યા છે. પાર્ટી હાઇકમાન્ડ દ્વારા દેશભરના જિલ્લા પ્રમુખોને સંદેશ મોકલવામાં આવ્યો છે.

Also read : અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીએ ખખડાવ્યા, કહી આ વાત…

દિલ્હીમાં જિલ્લા પ્રમુખોની બેઠક
પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસે રાજધાની દિલ્હીમાં દેશભરના કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠક બોલાવી છે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત તમામ વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠક માર્ચના છેલ્લા અઠવાડિયામાં અથવા એપ્રિલના પહેલા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે.

બેઠકમાં શું થશે ચર્ચા?
કોંગ્રેસની આ બેઠકમાં જિલ્લા સ્તરે પાર્ટીને મજબૂત બનાવવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં યોજાનાર કોંગ્રેસ અધિવેશન પહેલા પાર્ટી નેતૃત્વ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો પાસેથી પ્રતિભાવ લેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અધિકારો પર ચર્ચા કરવામાં આવશે અને તેનો વિસ્તાર કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસમાં બે પ્રકારના લોકો
આજે અમદાવાદ ખાતેની બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે- એક લોકો સાથે ઊભા રહે છે, જેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. જ્યારે બીજા એવા છે જેઓ લોકોથી દૂર છે અને અડધા ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે તે બંનેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતના લોકો આપણા પર વિશ્વાસ નહીં કરે.

Also read : Rahul Gandhi Gujarat Visit: કાર્યકરોએ રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદો કરી, શક્તિસિંહ ગોહિલની નિખાલસ કબૂલાત

હાંકી કાઢવા પડે તો પણ….
તેમણે આગળ કહ્યું હતું કે, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે, બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button