નવી દિલ્હી : ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગના સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ(Madhabi Puri Buch) અને તેમના પતિ ધવલ બૂચ પર લાગેલા આરોપો બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હવે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ પર નવો આક્ષેપ મૂક્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સેબીના અધ્યક્ષ હોવા છતાં માધવી પુરી બુચ આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પગાર કેવી રીતે અને શા માટે લઈ રહ્યા હતા. પવન ખેડાએ આક્ષેપ કર્યો હતો કે માધવી પુરી બુચે વર્ષ 2017થી 2024 સુધીમાં 16.80 કરોડ રૂપિયા લીધા છે.
માધવી પુરી બુચ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા
આ સાથે પવન ખેડાએ આક્ષેપ કર્યો હતો કે માધવી પુરી બુચ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતા હતા. જેમાં ICICI બેંક, ICICI પ્રુડેન્શિયલ અને SEBI સામેલ છે.
પવન ખેડાએ આક્ષેપ કર્યા
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં ચેસની રમત ચાલી રહી છે. આ રમતનો અસલી ખેલાડી કોણ છે તે અંગે અમે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લઈ નથી શકયા. જેમાં એક મહોરું માધવી પુરી બૂચ છે.