
નવી દિલ્હી: દિલ્હીમાં આયોજિત ‘ભાગીદારી ન્યાય સંમેલન’માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) પર આકરા પ્રહારો કર્યાં હતાં. અધિકારો મેળવવા માટે સંઘર્ષ અને એકતા જરૂરી છે. ખડગેએ લોકોને એક થઈને કોંગ્રેસનો સાથ આપવા અપીલ કરી હતી, જેથી સામાજિક ન્યાય અને વંચિતોના હક્કોનું રક્ષણ થઈ શકે, એમ તેમણે જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીને ખોટું બોલવાના સરદાર ગણાવ્યા અને કહ્યું કે તેઓ સંસદમાં પણ ખોટું બોલતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે મોદીના વચનો, જેવા કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ, કાળું નાણું પાછું લાવવું, ખેડૂતોને MSP અને પછાત વર્ગની આવક વધારવાના વાયદાઓને ખોટા ગણાવ્યા. ખડગેએ આરોપ લગાવ્યો કે મોદીએ પોતાનાનું નામ OBCની યાદીમાં નામ સામેલ કરી રાજકીય લાભ લીધો છે. પરંતુ હવે તેઓ બધાને પરેશાન કરી રહ્યા છે.
ખડગેએ આરએસએસ અને ભાજપ પર લોકોમાં ઝેર ફેલાવવાનો આરોપ મૂક્યો. આ સંગઠનો લોકોને ભાગલા પાડે છે, જ્યારે કોંગ્રેસ એકતાને પ્રોત્સાહન આપે છે. તેમણે લોકોને આઝાદીના સમયની જેમ એકજૂટ થઈને કોંગ્રેસને સમર્થન આપવા જણાવ્યું. ખડગેએ ભારપૂર્વક કહ્યું કે જો લોકો એકસાથે ઊભા રહે, તો કોંગ્રેસને કોઈ હલાવી શકશે નહીં.
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે’ CDS અનિલ ચૌહાણે આવું કેમ કહ્યું?
ખડગેએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેઓ OBCની જાતિ ગણતરીની હિમાયત કરનાર એકમાત્ર નેતા છે. તેમણે લોકોને રાહુલ ગાંધીનો સાથ આપવા અપીલ કરી, જેઓ વંચિતો અને પછાત વર્ગના હક્કો માટે લડે છે. ખડગેએ મોદી સરકાર પર SC, ST, OBC અને મહિલાઓ માટે નક્કર પગલા ન લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે મોદી માત્ર ભાષણો આપે છે.
ખડગેએ કહ્યું હતું કે કોઈ પણ સમાજની પ્રગતિ માટે ત્રણ બાબતો જરૂરી છે. જેમાં શિક્ષણ, માનવબળ અને આર્થિક શક્તિનો સમાવેશ થાય છે. આમાંથી એક પણ ન હોય તો સમાજ આગળ વધી શકતો નથી. તેમણે લોકોને જાગૃત થઈને પોતાના અધિકારો માટે લડવા અને કોંગ્રેસનો સાથ આપવા હાકલ કરી, જેથી દેશમાં ન્યાય અને સમાનતા સ્થાપિત થઈ શકે.