નેશનલ

કૉંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર: ભરતસિંહ સોલંકી, દીપક બાબરીયાને કર્યા સેવા નિવૃત્ત…

નવી દિલ્હીઃ કૉંગ્રેસે શુક્રવારે તેના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારો કર્યા હતા. જેમાં બે નવા મહાસચિવો અને નવ રાજ્ય પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી. પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને રાજ્યસભાના સભ્ય સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ અને રજની પાટિલ, બીકે હરિપ્રસાદ અને મીનાક્ષી નટરાજન સહિત નવ નેતાઓને વિવિધ રાજ્યોના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા.

Also read : ખ્યાતિ બાદ વધુ એક હૉસ્પિટલ વિવાદમાં, આયુષ્માન યોજનામાં કર્યું 18 લાખનું કૌભાંડ

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજીવ શુક્લા, મોહન પ્રકાશ, દેવેન્દ્ર યાદવ, અજય કુમાર, દીપક બાબરિયા અને ભરતસિંહ સોલંકીને પ્રભારી પદેથી મુક્ત કરીને સેવા નિવૃત્ત કર્યા હતા. શુક્લા હિમાચલ પ્રદેશ, મોહન પ્રકાશ બિહારના, દેવેન્દ્ર યાદવ પંજાબના, અજય કુમાર ઓડિશાના, બાબરિયા હરિયાણાના અને સોલંકીના જમ્મુ-કાશ્મીરના પ્રભારી હતા. યાદવ હાલમાં દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે. હરિયાણામાં પાર્ટીની હાર બાદ બાબરિયાએ પદ છોડવાની રજૂઆત કરી હતી. બઘેલને પંજાબ અને હુસૈનને જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપવામાં આવ્યો છે. હુસૈનને કૉંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

કૉંગ્રેસે કેમ લીધો આ મોટો નિર્ણય

જ્યારે સંગઠનમાં નવા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે પક્ષમાં નવી ઊર્જા આવે છે અને નવા નેતૃત્વથી સંગઠન મજબૂત થાય છે. વધુ સારા પરિણામો લાવવા માટે નવા વિચારો અને નવી વ્યૂહરચનાઓનો પ્રયાસ કરવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે મોટો નિર્ણય લીધો હતો.

Also read : કચ્છીઓ માટે સારા સમાચાર: ભુજ-નલિયા રૂટ એપ્રિલ માસથી દોડશે પેસેન્જર ટ્રેન

આ ફેરફાર પછી ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ સમિતિના મહાસચિવોની કુલ સંખ્યા 12થી વધીને 13 થઈ ગઈ છે. કૉંગ્રેસનું કહેવું છે કે પક્ષના અન્ય તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ સેવા આપતા રહેશે. હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ પાર્ટીએ સંગઠનમાં આ ફેરફાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button