નેશનલ

કૉંગ્રેસે કર્યો ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ, કરી તાત્કાલિક રોકવાની માંગ

નવી દિલ્હીઃ ભારતમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી રહ્યા છે. IPC, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમની જગ્યાએ, ત્રણ નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ લાગુ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે નવા કાયદાના અમલ સામે વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ત્રણેય કાયદાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી છે.
આ દર

મિયાન કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે. તેમણે કહ્યું હતું કે આ કાયદાઓ દ્વારા પોલીસ રાજ્યનો પાયો નાખવામાં આવી રહ્યો છે. નવા ફોજદારી કાયદા ભારતને કલ્યાણકારી રાજ્યમાંથી પોલીસ રાજ્યમાં પરિવર્તિત કરવાનો પાયો નાખશે. તેમણે કહ્યું હતું કે સંસદમાં આ કાયદાઓ પર ફરીથી ચર્ચા થયા પછી જ નિર્ણય લેવામાં આવવો જોઇએ.

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમે પણ આ નવા ફોજદારી કાયદાઓનો વિરોધ કર્યો છે. તેમણે X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે 90-99 ટકા કહેવાતા નવા કાયદા કટ, કોપી અને પેસ્ટનું કામ છે. જે કામ હાલના ત્રણ કાયદાઓમાં કેટલાક સુધારા સાથે પૂર્ણ થઈ શક્યું હોત તે વ્યર્થ પ્રક્રિયામાં ફેરવાઈ ગયું છે. જો કે, તેમણે નવા કાયદાઓમાં કેટલાક સુધારાઓને આવકાર્યા પણ હતા અને કહ્યું હતું કે આને સુધારા તરીકે રજૂ કરી શકાય છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ