કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ઈડીએ ધરપકડ કરી, બાર કરોડથી વધુની રકમ જપ્ત...
નેશનલ

કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ઈડીએ ધરપકડ કરી, બાર કરોડથી વધુની રકમ જપ્ત…

બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ઈડીએ રેડ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ રેડમાં ઈડીને એક કરોડ રૂપિયાના વિદેશી ચલણ સહિત 12 કરોડ રૂપિયા અને કરોડો રૂપિયાની જ્વેલરી મળી આવી છે.

આ અંગે ઈડીએ જણાવ્યું હતું કે બેંગ્લુરુ ના ક્ષેત્રીય કાર્યાલયે 22 અને 23 ઓગસ્ટના રોજ ગંગટોક, ચિત્રદુર્ગ જીલ્લો, બેંગ્લુરુ શહેર, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવા સહિત દેશના 31 સ્થળોએ તપાસ કરી હતી. જેમાં પાંચ કેસીનો પણ સામેલ છે.

ગેરકાયદે ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટેબાજીની ફરિયાદ
આ સર્ચ ઓપરેશન ગેરકાયદે ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટેબાજી કેસમાં ચિત્રદુર્ગ જીલ્લામાં ધારાસભ્ય કેસી વીરેન્દ્ર અને અન્ય વિરુદ્ધ સંકળાયેલ કેસ સબંધી હતો. જેમાં તપાસમાં ખબર પડી હતી કે આરોપી કિંગ 567ના નામ અનેક ઓનલાઈન સટ્ટેબાજી સાઈટ ચલાવતો હતો.

આ ઉપરાંત આરોપીનો ભાઈ કેસી થિપ્પેસવામી દુબઈથી ત્રણ વ્યાવસાયિક સંસ્થાઓના સંચાલન કરતો હતો. જેમાં ડાયમંડ સોફટેક, ટીઆરએસ ટેકનોલોજી, પ્રાઈમ9 ટેકનોલોજી જે કેસી વીરેન્દ્રના કોલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ વ્યવસાય સાથે સંકળાયેલ છે.

12 કરોડ રૂપિયાથી વધુ રોકડ જપ્ત કર્યા
આ ઉપરાંત સર્ચ ઓપરેશનમાં લગભગ 1 કરોડ રૂપિયાની વિદેશી મુદ્રા સહિત અંદાજે 12 કરોડ રૂપિયા રોકડ, 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના તેમજ 10 કિલોગ્રામ ચાંદીના દાગીના અને ચાર વાહન જપ્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 17 બેંક ખાતા અને બે બેંક લોકર ફ્રીજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેસી વીરેન્દ્રના ભાઈ કેસી નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વી એન રાજ ના પરિસરમાં અનેક સંપત્તિ સંલગ્ન દસ્તાવેજ પણ જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો…અનિલ અંબાણીની મુશ્કેલી વધી, 17,000 કરોડના ફ્રોડ કેસમાં ઈડીએ નવી વિગતો માગી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button