ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસના વિધાનસભ્ય સ્ટેડિયમની ગેલેરીથી 15 ફૂટ નીચે પટકાયા, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

તિરુવનંતપુરમ: ગઈ કાલે રાવિવારે સાંજે કેરળના થ્રીક્કાકરામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય ઉમા થોમસ ગંભીર રીતે ઘાયલ (MLA Uma Thomas injured) થયા છે. જવાહરલાલ નહેરુ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની ગેલેરીમાંથી પડી જતાં તેમણે માથા અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા પહોંચી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ઉમા થોમસ એક ડાન્સ પ્રોગ્રામમાં ભાગ લેવા સ્ટેડિયમ પહોંચ્યા હતાં, જેનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સાજી ચેરિયન કરવાના હતા. આ દરમિયાન તેઓ કોઈ કારણોસર સ્ટેડિયમની ‘વીઆઈપી ગેલેરી’માંથી લગભગ 15 ફૂટની ઊંચાઈએથી જમીન પર પટકાયા હતાં, તેમનું માથું જમીન પર અથડાયું હતું. તેમને લોહીલુહાણ સ્થિતિમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હાલ તેમની સારવાર ચાલી રહી છે.

હાલત ગંભીર:
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, ઉમા થોમસના માથા અને કરોડરજ્જુમાં ઈજાઓ થઈ છે, તેમની પાંસળીમાં ફ્રેક્ચર પણ થયું છે અને તેમના ફેફસામાં આંતરિક રક્તસ્ત્રાવ પણ થયો છે.

હોસ્પિટલના પ્રસાશને જણાવ્યું કે વિધાનસભ્ય ઉમા થોમસની હાલત હજુ પણ નાજુક છે અને તેમને ‘વેન્ટિલેટર સપોર્ટ’ પર રાખવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય પર નજર:
ઉમા થોમસ કોંગ્રેસના દિવંગત નેતા પી.ટી.થોમ ના પત્ની છે. થ્રીક્કાકારા વિધાનસભા મત વિસ્તાર પરથી વિધાનસભ્ય છે. 2021માં પી.ટી થોમસના મૃત્યુ બાદ કોંગ્રેસે ઉમાને ચૂંટણીમાં ઉતાર્યા હતા.

આ પણ વાંચો…Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું! સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ જામશે રંગત…

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગની નિષ્ણાત મેડિકલ ટીમ ઉમા થોમસના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખશે. વિપક્ષના નેતા વી ડી સતીસન પણ હોસ્પિટલ પહોંચ્યા અને કહ્યું તેમને યોગ્ય તબીબી સંભાળ સુનિશ્ચિત કરવાની તેમની પ્રાથમિકતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button