નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

PM મોદી સામેની લડાઈમાં કોંગ્રેસની વિશ્વસનિયતા હવે ખતમ: સીતારામ યેચુરી

કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની સામે એકજુથ થઈને લોકસભાની ચૂંટણી લડી રહેલા ઈન્ડિયા ગઠબંધનના બે સાથી પક્ષો હવે એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને માકપાના નેતાઓ કેરળના સીએમ પિનારાઈ વિજયનના મુદ્દે આમને સામને આવી ગયા છે. આજે સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કોંગ્રેસની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરતા રાજકારણ ગરમાયું છે.

સીતારામ યેચુરીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સામેની લડાઈમાં કોંગ્રેસની વિશ્વસનિયતા હવે ખતમ થઈ ગઈ છે. યેચુરીનું આ નિવેદન રાહુલ ગાંધીના તે નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે એક રેલીમાં કેરળના સીએમ પિનરાઈ વિજયનને નિશાન બનાવ્યા હતા.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા યેચુરીએ કહ્યું, “લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડની માંગ કરવી ખૂબ જ ખોટું છે. અમે દિલ્હીના સીએમ કેજરીવાલ અને ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડની નિંદા કરી છે, તેઓ (કોંગ્રેસ) પીએમ મોદી વિરુદ્ધ છે. જો તેઓ કેરળના મુખ્યમંત્રીની ધરપકડ કરવાનું કહી રહ્યા છે, મને લાગે છે કે આ સૌથી અલોકતાંત્રિક કૃત્ય છે.”

વાત જાણે એમ છે કે, કેરળમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેરળના મુખ્યમંત્રીની ધરપકડ કેમ કરવામાં આવી નથી, જ્યારે વિપક્ષના અન્ય બે મુખ્યમંત્રીઓ જેલના સળિયા પાછળ છે? હું 24/7 ભાજપ પર હુમલો કરી રહ્યો છું, અને કેરળના મુખ્યમંત્રી 24/7 મારા પર હુમલો કરી રહ્યા છે.” “આ થોડું આશ્ચર્યજનક છે,” રાહુલે ઈસારા ઈસારામાં CPI(M) અને BJP વચ્ચે વચ્ચે ગુપ્ત ગઠબંધન થયું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેરળના વાયનાડથી ચૂંટણી લડવા પર રાજ્યમાં સત્તારૂઢ ડાબેરી પક્ષો, LDFએ નારાજગી વ્યક્ત કરી છે. LDF એ ભાજપ સામે સંયુક્ત લડાઈમાં કોંગ્રેસના ઈરાદાઓ પર સતત સવાલો ઉઠાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button