“તો મફતમાં ન્યાય મળતો થઇ ગયો હોત…” કોંગ્રેસે CJI ચંદ્રચુડની ટીપ્પણીને વખોડી કાઢી

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ(CJI DY Chandrachud)એ ગઈ કાલે કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિર- બાબરી મસ્જીદ કેસના ચુકાદા પહેલા હું ભગવાન સામે બેઠો અને તેમણે મને રસ્તો બતાવ્યો હતો. CJIની આ ટિપ્પણીને કોંગ્રેસે (Congress) વખોડી કાઢી છે. પ્રતિક્રિયા આપતા કે કોંગ્રેસના નેતા ઉદિત રાજે (Udit Raj) સોમવારે કહ્યું હતું કે જો તેઓ અન્ય મુદ્દાઓ માટે પ્રાર્થના કરે તો, સામાન્ય માણસને પૈસા વગર” ન્યાય મળી શકે છે.
ઉદિત રાજે X પર લખ્યું કે “ચીફ જસ્ટિસ ચંદ્રચુડજીએ કહ્યું કે તેમણે અયોધ્યા મુદ્દાના ઉકેલ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. જો તેમણે અન્ય કેટલાક મુદ્દાઓ માટે પ્રાર્થના કરી હોત, તો તે પણ ઉકેલાઈ ગયા હોત, જેમ કે સામાન્ય માણસને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી વિના મુલ્યે ન્યાય મળતો થઇ ગયો હોત. ED, CBI અને IT નો દુરુપયોગ બંધ થઈ ગયો હોત.”
Also Read – રાહુલ ગાંધી અને ઓવૈસી બિશ્નોઈના આગામી ટાર્ગેટ હોઈ શકે છે! આ એક્ટરની પોસ્ટ કરી વિવાદ જગાવ્યો
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે રવિવારે કહ્યું કે તેમણે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઉકેલ માટે ભગવાનને પ્રાર્થના કરી છે. પુણે જીલ્લાના ઘેડ તાલુકાના તેમના વતન કંહેરસર ગામના રહેવાસીઓને સંબોધતા, તેમણે કહ્યું હતું કે “તમને વિશ્વાસ હશે તો ભગવાન માર્ગ શોધી કાઢશે”.
ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરીને અયોધ્યામાં દાયકાઓ જૂના મંદિર-મસ્જિદ વિવાદનો અંત લાવ્યો હતો. બેન્ચે શહેરમાં વૈકલ્પિક પાંચ એકર જમીન પર મસ્જિદ બનાવવાનો પણ આદેશ આપ્યો હતો. CJI ચંદ્રચુડ એ ચુકાદો સંભળાવનારી બેન્ચનો ભાગ હતો.