શશિ થરૂરે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના નામે રાહુલ ગાંધીને આપ્યો આવો સંદેશ? જુઓ વીડિયો

નવી દિલ્લીઃ આજે કૃષ્ણનો જન્મોત્સ એટલે કે જન્માષ્ટમી છે. આ તહેવારના દિવસે કોંગ્રેસ નેતા શશિ થરૂરે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ થકી કૂટનીતિ અને રાજનીતિની વાત કરી છે.
કૃષ્ણએ જે રીતે નેતૃત્વ કર્યુ હતું તેની શશિ થરૂરે વાત કરી છે.તેમની વાતો પરથી એવું લાગે છે કે શશિ થરૂર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈશારો કરીને સંકેત આપી રહ્યાં છે.
મોટાભાગે અંગ્રેજીમાં વાત કરતા શશિ થરૂરે આજે હિંદીમાં વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે.આ વીડિયો સંદેશમાં કોઈ નેતાનું નામ નથી લાધું પરંતુ આડકતરી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંદેશો આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આપણ વાંચો: 50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ
શશિ થરૂરે રાજનેતાઓને આપ્યો ખાસ સંદેશ
શશિ થરૂરે આ સંદેશમાં નેતા, નેતૃત્વ, વફાદારી અને રાષ્ટ્ર મુદ્દે પોતાની વાત કરી હતી.આ દરેક વાતોમાં કેન્દ્ર સ્થાને શ્રી કૃષ્ણ હતાં. ભારતીય રાજનેતાઓએ ભગવદ ગીતા, મહાભારત અને ભારતીય શાસ્ત્રોમાંથી શું શિખવું જોઈએ તેના પર વાત કરી હતી.કહ્યું કે, શ્રીકૃષ્ણનું જીવન ધર્મને સદાકાળ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે તેવું હતું.
શ્રીકૃષ્ણના જીવનની વાત કરતા શશિ થરૂરે કહ્યું કે, રાજનેતાઓ માટે વ્યક્તિગત લાભ, પાર્ટીથી વફાદારી અને ચૂંટણી જીતવી તેનાથી પર ઉપર દેશ અને દેશના લોકોની ભલાઈને પ્રાથમિકતા આપવી જોઈએ.વધુમાં કહ્યું કે, વ્યક્તિગત ઈમાનદારી ખૂબ જ જરૂરી છે, પરંતુ તેનાથી વધારે રાષ્ટ્ર પ્રત્યેની વફાદાવી વધારે જરૂરી છે તેના પર શશિ થરૂરે ભાર મૂક્યો હતો.
આપણ વાંચો: ‘મારી પાસે કરવા માટે બીજા પણ કામ છે’ કૉંગ્રેસી ટ્રોલર્સને શશિ થરૂરે આપ્યો જવાબ
શ્રીકૃષ્ણ એક મહાન રણનીતિકાર અને કૂટનીતિજ્ઞ હતાઃ શશિ થરૂર
શશિ થરૂરે કહ્યું કે, શ્રીકૃષ્ણ એક મહાન રણનીતિકાર અને કૂટનીતિજ્ઞ હતા. તેમણે પહેલા શાંતિપૂર્ણ રીતે મહાભારતના યુદ્ધને રોકવા માટે પ્રયત્ન કર્યો હતો. જ્યારે તેમની કૂટનીતિ સફળ ના થઈ ત્યારે તેમણે પાંડવોનો સાથ આપ્યો અને તેમને રણનીતિ માટે માર્ગદર્શન કર્યું હતું.
આ દરેક વાતને વર્તમાનમાં રાજકીય પાર્ટીઓ પણ અનુસરે તેવો તેમણે આગ્રહ પણ કર્યો હતો. કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા તે મામલે પણ શશિ થરૂરે જોરદાર વાત કરી છે. તેમણે કહ્યું કે, કૃષ્ણ સારથી બન્યા તે એક નેતાનું પ્રતિક હતું. કૃષ્ણએ વ્યક્તિગત ગૌરવની વરવાહ કર્યા વિના એક સાચા માર્ગદર્શક બનીને સત્યનો સાથ આપ્યો હતો.
આપણ વાંચો: ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર શશિ થરૂરે કર્યો કટાક્ષ
એક સાચો નેતા પોતાની ટીમને સશક્ત બનાવે છેઃ થરૂર
થરૂરને કહેવું છે કે, એક સાચો નેતા પોતાની ટીમને સશક્ત બનાવે છે અને સફળતા માટે સાચુ માર્ગદર્શન કરે છે.તેના માટે હંમેશા પ્રશંસા મહત્વની નથી હોતી. વધુમાં કહ્યું કે, જે વહાણ ચલાવે છે, માર્ગદર્શન પૂરું પાડે છે અને ટીમના દિશાનિર્દેશની જવાબદારી લે છે.
જો તે સફળ થાય છે, તો અનુયાયીઓને લાગવું જોઈએ કે વિજય ફક્ત નેતાનો નહીં પણ તેમનો થયો છે. આ કામ કૃષ્ણએ કહી બતાવ્યું હતું અને આ કામ રાજનેતાઓએ કરવાનું છે તેવું શશિ થરૂર કહેવા માંગે છે.
યુધિષ્ઠિરથી લઈને દુર્યોધન અંગે પણ શશિ થરૂરે કરી વાત
એક રાજનેતાએ સત્તા, પ્રસિદ્ધિ અને ધનના લોભ કે ઈચ્છા વગર લોકોની સેવા કરવી જોઈએ. પરંતુ અત્યારે રાજનેતાઓ માત્ર વ્યક્તિગત લાભને પ્રાધાન્ય આપે છે તેથી શશિ શરૂરે દુઃખ વ્યક્ત કર્યું હતું. શશિ થરૂરે કહ્યું કે, શ્રીકૃષ્ણને માનવીય સ્વભાવ અને મનોવિજ્ઞાનની ખૂબ જ ઊંડી સમજ હતી.
શશિ થરૂરે આ વીડિયોમાં યુધિષ્ઠિરથી લઈને દુર્યોધનની પણ વાત કરી હતી. આ સાથે અંતે નેતાઓ માટે કહ્યું કે, એક નેતામાં માનવીય સ્વભાવ હોવો જોઈએ. જેથી તે લોકોની સેવા કરી શકે. આ વીડિયો શશિ થરૂરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે.