
દેશની લગભગ 200 યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ(Vice Chancellor) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. આ બધાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, રાહુલ ગાંધીના આરોપોની સખત નિંદા કરી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે વાઈસ ચાન્સેલરોની નિમણૂક મેરિટને ધ્યાનમાં રાખીને નહિ પરંતુ કેટલીક સંસ્થાઓ સાથેના સંબંધોના આધારે કરવામાં આવે છે.
વરિષ્ઠ શિક્ષણવિદોએ રાહુલ ગાંધીના આરોપોને નકારી કાઢ્યા
તેમણે એક સંયુક્ત નિવેદનમાં, વાઇસ ચાન્સેલરો અને અન્ય વરિષ્ઠ શિક્ષણવિદોએ રાહુલ ગાંધીના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, લાયકાતના આધારે કુલપતિઓની નિમણૂકની પ્રક્રિયા પારદર્શક રીતે થઈ રહી છે. વાઈસ ચાન્સેલર તેમના કામમાં સંસ્થાઓની ગરિમા અને નૈતિકતાનું ધ્યાન રાખે છે. વૈશ્વિક રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય યુનિવર્સિટીઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે.
180 વાઇસ ચાન્સેલરો અને શિક્ષણવિદોની સહીઓ
સંયુક્ત નિવેદન ધરાવતા દસ્તાવેજ પર 180 વાઇસ ચાન્સેલરો અને શિક્ષણવિદો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હસ્તાક્ષર કરનારાઓમાં સંગીત નાટક અકાદમી, સાહિત્ય અકાદમી, NCIRT, નેશનલ બુક ટ્રસ્ટ, AICTE, UGC વગેરેના વડાઓ પણ સામેલ છે.
ભારતમાં મેરિટના આધારે VC બનાવવામાં આવતા નથી
તમને જણાવી દઈએ કે લગભગ ચાર-પાંચ મહિના પહેલા રાહુલ ગાંધીએ ભારતના કુલપતિઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ભારતના વાઇસ ચાન્સેલર યોગ્યતાના આધારે નથી બનતા. આજે તમામ વાઇસ ચાન્સેલર એક જ સંસ્થાના છે. તમામ સંસ્થાઓ પર ભાજપનું નિયંત્રણ છે.
