ઇન્ટરનેશનલનેશનલ

‘આવા ચરિત્રનો માણસ યુએસનો પ્રેસિડેન્ટ!’ કોંગ્રેસ નેતાએ ટ્રમ્પની જીત પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો (US presidential election) આવી ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શાનદાર જીત મેળવી છે, તેઓ હવે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પની જીત પર દુનિયાભરના નેતાઓ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ભરતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ પણ ટ્રમ્પને મિત્ર ગણાવીને, ભારત-યુએસના સંબંધો મજબૂત કરવાની આશા વ્યક્ત કરી છે. જો કે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે (Mani Shankar Aiyar) ટ્રમ્પના ચૂંટાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઐય્યરે ટ્રમ્પ ચારિત્ર્ય પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

મણિશંકર અય્યરે ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શોક વ્યક્ત કર્યો હતો. એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા મણિશંકર ઐયરે કહ્યું કે વેશ્યાઓ પાસે જતા શંકાસ્પદ ચરિત્રનો વ્યક્તિ અમેરિકાનો રાષ્ટ્રપતિ ચૂંટાયો છે. તે વેશ્યાઓનું મોં બંધ રાખવા માટે પૈસા આપે છે.

મણિશંકર અય્યરે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસની હાર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જો કમલા હેરિસ જીતી ગઈ હોત તો તેઓ યુએસના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ મહિલા અને તે ભારત સાથે જોડાયેલી નેતા હોત. આ એક ઐતિહાસિક અને સકારાત્મક પગલું હોત.

Also Read – ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…

મણિશંકર ઐયરે કહ્યું છે કે મને અત્યંત દુઃખ છે કે તે (કમલા હેરિસ) રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગઈ છે. તેમણે અંગત રીતે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સારા વ્યક્તિ નથી. ડોનાલ્ડ ટ્રમ્પના ચરિત્ર પર ધ્યાનમાં લઈએ, તો મારા મનમાં કોઈ શંકા નથી કે અયોગ્ય વ્યક્તિ ચૂંટાઈ આવી છે. જો કે, અય્યરે આને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે.

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાંનો એક મામલો હશ મનીનો હતો. એડલ્ટ ફિલ્મની એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સે આરોપ લગાવ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોં બંધ રાખવા માટે તેને મોટી રકમની ઓફર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker