નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

હવે માત્ર બે દિવસ બાકી, કોંગ્રેસ વધારી રહી છે સસ્પેન્સ, અમેઠી રાયબરેલી પર ક્યારે લેવાશે નિર્ણય?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે નામાંકન શરૂ થઈ ગયું છે. તેની છેલ્લી તારીખ ત્રીજી મેં છે. આમ છતાં કોંગ્રેસ પાર્ટી અમેઠી અને રાયબરેલી માટે ઉમેદવારોની જાહેરાત કરી શકી નથી. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ઉમેદવારી નોંધાવી છે. રાજકીય વર્તુળોમાં લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટીની એવી તે શું મજબૂરી છે કે આજ સુધી પાર્ટીએ આ બે બેઠકો પર પોતાના પત્તા નથી ખોલ્યા ?બંને સીટો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. જોકે, ગત ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે સોનિયા ગાંધીએ રાયબરેલી સીટ છોડી દીધી છે.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીને આ બે હાઇ પ્રોફાઈલ બેઠકો પર ચૂંટણી લડવાની માગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સીટો પર નોમિનેશનની છેલ્લી તારીખ ત્રણ મે છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા જણાવે છે કે અમેઠી અને રાયબરેલી બેઠકોના ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય ગાંધી પરિવારે લેવાનો છે. એવી અટકળો ચાલી રહી છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે અને તેઓ પોતાનું સમગ્ર ધ્યાન ચૂંટણી પ્રચાર પર જ કેન્દ્રિત કરશે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે કે નહીં તેની જાણકારી મળી નથી. તેઓ અમેઠીથી લડશે કે રાયબરેલીથી- આ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું જો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો ભાજપ પરિવારવાદ પર પાર્ટીને ઘેરી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલેથી જ રાજ્યસભાના સભ્ય છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. એવામાં જો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ખોટો સંદેશ જઈ શકે છે. તેથી માત્ર એક સીટ સુધી મર્યાદિત રહેવાના બદલે પ્રિયંકા દ્વારા આખા દેશમાં પ્રચાર કરવાનું કૉંગ્રેસ માટે વધારે અસરકારક બની શકે છે.

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અમેઠી અને રાયબરેલી બેઠકો પર સરપ્રાઈઝ આપશે. દરમિયાન રાહુલ ગાંધીનો પણ એક થી ત્રણ મે સુધીનો કોઈ ચૂંટણી કાર્યક્રમ નક્કી નથી. તેથી એવી પણ શક્યતા છે કે રાહુલ ગાંધી અહીંથી ઉમેદવારી નોંધાવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button