આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસે કમર કસી! દિલ્હીમાં હાઈકમાન્ડની મહત્વની બેઠક

નવી દિલ્હી: ગત લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસ (Congress party) હવે આવનારી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોંગ્રેસે હાઈકમાન્ડે આજે મંગળવારે પાર્ટીના મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને રાજ્ય એકમોના વડાઓ સાથે બેઠક યોજી હતી જેમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને સંગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલય 24, અકબર રોડ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં સંગઠન અને આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ચૂંટણીની તૈયારીઓની સાથે જ્ઞાતિની વસ્તી ગણતરીની માંગણી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓના સૂચનો અને રાજ્યોમાં પાર્ટી વિશેના ફીડબેક પણ લીધા હતા.
આ પણ વાંચો : કોંગ્રેસની ન્યાય યાત્રામાં લાલઘૂમ જિગ્નેશ મેવાણીના સરકારને અણિયાળા સવાલ
મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.
આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ, અજોય કુમાર, દીપક બૈજ, ઉદય ભાન, અજય માકન, અધિરંજન ચૌધરી, દીપા દાસ મુનશી, અજય રાય, કુમારી શૈલજા, ગોવિંદ સિંહ દોતાસરા, વાયએસ શર્મિલા મુનિયપ્પા, સચિન અહેમદ પાયલોટ, ગુલામ, કુમારી, એચ. મીર, ડીકે શિવકુમાર, જીતુ પટવારી, અખિલેશ પ્રસાદ સિંહ અને રાજીવ શુક્લા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.