નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

કોંગ્રેસને નવી ટેક્સ નોટિસ મળી, ITએ હવે રૂ. 3,567 કરોડ ક્લિયર કરવા કહ્યું

કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી ₹ 1745 કરોડથી વધુની કરની માંગ સાથે નવી નોટિસ મળી છે. ડિપાર્ટમેન્ટે પાર્ટી પાસેથી ₹ 1823 કરોડથી વધુ ટેક્સની માંગણી કર્યાના દિવસો બાદ આ બન્યું છે. શુક્રવારે, કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને આવકવેરા વિભાગ તરફથી પાંચ વર્ષ (આકારણી વર્ષ 1994-95 અને AYs 2017-18 થી 2020-21) માટે નોટિસ મળી છે, જેમાં તેને 1,823 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીએ શનિવારે જાહેરાત કરી હતી કે તેને આવકવેરા વિભાગ દ્વારા 2014-15 થી 2016-17 સુધીના આકારણી વર્ષો માટે નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં કુલ રૂ. 1,745 કરોડની જંગી રકમની માંગણી કરવામાં આવી છે. આવકવેરા તરફથી કૉંગ્રેસને આમ કુલ રૂ. 3,567 કરોડ ક્લિયર કરવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને કર મુક્તિ સમાપ્ત કર્યા પછી સમગ્ર વસૂલાત પર ટેક્સ માંગની ગણતરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:
Congress: કોંગ્રેસ પાસેથી રૂ.135 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો, જાણો શા માટે થઇ કાર્યવાહી

કૉંગ્રેસને આપવામાં આવેલી નોટિસમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા IT વિભાગના દરોડાઓનો ઉલ્લેખ છે, જેમાં IT વિભાગે રૂ. 523.87 કરોડના “બિનહિસાબી વ્યવહારો” શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો. 22 માર્ચે, પક્ષ દિલ્હી હાઈકોર્ટમાં IT વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનને પડકારવામાં હારી ગયો હતો. પક્ષે દલીલ કરી હતી કે આ “સમય-બાધિત” અને “વિલંબિત કાર્યવાહી” છે.


આ પણ વાંચો:
ઈન્કમ ટેક્સ વિભાગને રાહુલ ગાંધીની ચીમકીઃ ‘લોકશાહીનું વસ્ત્રાહરણ’ કરનારા સામે પગલાં લેવાશે’

આ વર્ષે માર્ચમાં પણ, કોંગ્રેસ પાર્ટી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) સમક્ષ તેની અપીલ હારી ગઈ હતી અને ટેક્સ સત્તાવાળાઓએ અગાઉના વર્ષોને લગતી ટેક્સ ડિમાન્ડ માટે કૉંગ્રેસના ખાતામાંથી રૂ.135 કરોડ ઉપાડી લીધા હતા.
કૉંગ્રેસના અજય માકને જણાવ્યું હતું કે ભાજપ પર રૂ.4600 કરોડનો દંડ છે. આવકવેરા વિભાગે આ રકમની ચુકવણી માટે ભાજપ પાસેથી માંગણી કરવી જોઈએ. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ અને અન્ય સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષોને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે ભાજપ પર ટેક્સ ટેરરિઝમ કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સરકાર લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને સાવ અપંગ કરી દેવા માંગે છે.

જયરામ રમેશે કહ્યું હતું કે, “કોંગ્રેસને આર્થિક રીતે પંગુ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે ડરવાના નથી.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…