નેશનલ

શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવા મુદ્દે કોંગ્રેસે ભડકી, કહ્યું કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસના હોવામાં ઘણો ફરક

નવી દિલ્હી : ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય સ્તરે આતંકવાદના મુદ્દે ઘેરવાની પણ તૈયારી હાથ ધરી છે. જેમાં સરકારે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય લીધો છે. તેમાંથી એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને સોંપવામાં આવ્યું છે. આ મુદ્દા પર રાજકારણ ચરમસીમાએ ગરમાયું છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નામ લીધા વિના શશિ થરૂર પર પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસમાં રહેવું અને કોંગ્રેસના હોવામાં ઘણો ફરક છે.

સરકાર એક ગંભીર બાબતમાં રમત રમી રહી છે

જયરામ રમેશે જણાવ્યું કે, સરકારે અમારી પાસે ચાર નામો માંગ્યા હતા અને અમે તે આપ્યા. પરંતુ સરકારની પ્રેસ રિલીઝ આશ્ચર્યજનક હતી. સરકારનું વર્તન પ્રામાણિકતા દર્શાવતું નથી. સરકાર એક ગંભીર બાબતમાં રમત રમી રહી છે. સરકારની કૂટનીતિ નિષ્ફળ ગઈ છે. આ તકવાદની રાજનીતિ છે. સરકાર ટ્રમ્પને સીધો જવાબ આપવા માંગતી નથી, જેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. સરકારે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ.

નામોમાં કોઈ ફેરફાર નહિ કરીએ

આ ઉપરાંત જયરામ રમેશે કહ્યું, અમે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું સ્વાગત છે પરંતુ નામો માંગવા અને પછી તેમની જાહેરાત ન કરવી એ યોગ્ય નથી. અમે ચાર નામોમાં કોઈ ફેરફાર નહિ કરીએ.

કોંગ્રેસે પોતાની ફરજ બજાવી

જયરામ રમેશે સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું, મંત્રી કિરણ રિજિજુએ અમારી પાસે ચાર નામ માંગ્યા હતા અને અમે ચાર નામ આપ્યા હતા અને અમને અપેક્ષા હતી કે પ્રતિનિધિમંડળમાં 4 નામોનો સમાવેશ થશે. હવે શું થશે તે હું કહી શકતો નથી. કોંગ્રેસે પોતાની ફરજ બજાવી છે. અમે વિશ્વાસ સાથે નામ આપ્યા હતા કે સરકાર પ્રામાણિકપણે નામ માંગી રહી છે. સરકારનું વર્તન પ્રામાણિકતા દર્શાવતું નથી, એક રમત રમાઈ રહી છે. એક ગંભીર બાબત પર રમત રમાઈ રહી છે. અમે સીધા બેટથી રમી રહ્યા છીએ, પરંતુ અમને ખબર નથી કે સરકાર કયા બેટથી રમી રહી છે.”

આ પણ વાંચો…પહેલા મોદીના વખાણ અને હવે ભાજપ ઉપાધ્યક્ષ સાથે સેલ્ફી! શું શશિ થરૂર કોંગ્રેસને અલવિદા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button