નેશનલ

મમતાના નિવેદન પર કોંગ્રેસે કહ્યું “તેમના પર ભરોસો ન કરી શકાય, તે ગઠબંધન છોડીને જઈ શકે છે”

New Delhi: લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષી ગઠબંધનના ડખા સર્જાયાની સ્થિતિ જોવા મળી રહી છે. Mamata Banerjeeની પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હોવા છતાં બંગાળમાં ‘એકલા ચાળો રે’ની નીતિને વળગી એકલાહાથે ચૂંટણી લડી રહ્યા છે. હજી તો દેશના ઘણા રાજ્યોમાં મતદાન બાકી છે તેની પહેલા જ ટીએમસી નેતા મમતા બેનર્જીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ઈન્ડિયા ગઠબંધનનું બહારથી જ સમર્થન કરશું. આ નિવેદનને લઈને થયેલા વિવાદને લઈને કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ નિવેદન (adhir ranjan chaudhary reacts on statement of mamta benarji)આપ્યું હતું કે બની શકે કે ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે રહેશે તો મમતા ત્યાં પણ જઈ શકે છે.

ટીએમસી નેતા મમતા બેનર્જીના નિવેદન બાદ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે, મઅને તેમના પર ભરોસો નથી. તેઓ ગઠબંધન છોડીને ગયા છે અને આગળ જઈ પણ શકે છે.”
તેમણે કહ્યું હતું કે ચૂંટણી બાદ જો પરિણામો ભાજપના પક્ષે રહ્યા તો તેઓ ત્યાં પણ જઈ શકે છે. મે ક્યારેય એમની સાથે અવ્યવહાર નથી કર્યો , અને આવા બહાના કાઢવા એ પણ વ્યર્થ છે. તેઓ કોંગ્રેસને ખતમ કરી દેવાની વાત કરે છે એટલે કે તેને પણ અહેસાસ થવા લાગ્યો છે કે વિપક્ષી ગઠબંધન આગામી સમયમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. મતલબ લાઈનો લાગવા માંડી છે.

ટીએમસી નેતા મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે “મારી પાર્ટી કેદ્રમાં ઇન્ડિયા ગઠબંધનને બહારથી જ ટેકો આપશે. કેન્દ્રમાં ભાજપની સરકાર બહાર થાય બાદ હું ઈન્ડિયા ગઠબંધનને કહીશ કે તે સીએએ, એનઆરસી અને યુસીસીને રદ્દ કરવાનું કહીશ. તેમણે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને રદ્દ કરવાના સોગંધ લીધી છે તો વળી તેને કહ્યું હતું કે NRC અને UCCનાં અમલીકરણને તાત્કાલિક રોકી દેવામાં આવશે. મમતા બેનર્જીએ વિપક્ષી ગઠબંધનને બહારથી જ આપવાના ટેકાનું કારણ જણાવતા કહ્યું હતું કે બંગાળની પ્રજાને મુશ્કેલી ન આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો