દિલ્હી સ્ટેશન દુર્ઘટના પર કોંગ્રેસ ભડકી; રેલવે પ્રધાનના રાજીનામાંની માંગ

નવી દિલ્હી: ગઇકાલ રાત્રે દિલ્હી રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મુદ્દે કોંગ્રેસે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની નૈતિક જવાબદારી લેવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી.
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો રેલવે પ્રધાન રાજીનામું નથી આપતા તો તેમને રેલ્વે સ્ટેશન પર “ગેરવહીવટ” માટે બરતરફ કરવા જોઈએ.
આપણ વાંચો: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી થયેલા મૃત્યુથી દુઃખી…: પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
અહીં બે હિન્દુસ્તાન
પત્રકાર પરિષદને સંબોધતા શ્રીનેતે કહ્યું કે રેલ્વે સ્ટેશન પર એકઠી થયેલી ભીડને નિયંત્રિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ દુર્ભાગ્યવશ ત્યાં કોઈ સુરક્ષા દળ હાજર ન હતું અને તેથી લોકોએ જાતે જ વ્યવસ્થા કરવી પડી, જેના કારણે આવી દુર્ઘટના સર્જાય હતી. તેમણે આરોપ લગાવ્યો કે અહીં બે હિન્દુસ્તાન છે જ્યાં એક તરફ રાજા પોતાના મિત્રોને કુંભમાં ડૂબકી લગાવે છે જ્યારે બીજી તરફ સામાન્ય લોકો રેલ્વે પ્લેટફોર્મ પર મરી રહ્યા છે.
આપણ વાંચો: New Delhi રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ પાછળ આ કારણો જવાબદાર, જાણો વિગતે…
રેલવે પ્રધાનના રાજીનામાંની માંગ
વધુમાં તેમણે કહ્યું હતું કે, “રેલ્વે પ્રધાને આ ઘટનાની નૈતિક જવાબદારી લેવી જોઈએ અને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. નહિંતર, જો તેઓ આ દુર્ઘટના માટે રાજીનામું નથી આપતા, તો તેમને બરતરફ કરવા જોઈએ,” તેમણે કહ્યું. તેમણે આરોપ લગાવ્યો કે રેલ્વે મંત્રી તેમની જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે “નિષ્ફળ” ગયા છે અને ફક્ત નાટક કરી રહ્યા છે અને સાચો મૃત્યુઆંક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અકસ્માત નહીં પણ ‘નરસંહાર’
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, “ભારતીય રેલ્વે અને ભારતીયોની જવાબદારી આવા પ્રધાનના હાથમાં ન આપવી જોઈએ. રેલ્વે પ્રધાન એવા વ્યક્તિ ન હોઈ શકે જે પોતાની છબી બનાવવામાં વ્યસ્ત હોય અને લોકોના મૃત્યુને નાની ઘટના ગણાવી રહ્યા હોય અને લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે મૃત્યુના સાચા આંકડા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. તેમણે કહ્યું, “ગઈકાલે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર જે બન્યું તે અકસ્માત નહીં પણ ‘નરસંહાર’ હતો. ત્યાંનું દ્રશ્ય જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું.