ઉત્તરાખંડના વિકાસને મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન મોદીની ટીકા કરી
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં કોઈપણ પ્રકારના અર્થપુર્ણ સુધારા કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ હોવાની ટીકા કરતાં કૉંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં બેરોજગારી, અભૂતપૂર્વ સ્થળાંતર, માળખાકીય સુવિધાના અભાવ અને તાજેતરના વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
આ પણ વાંચો: રૂપાલાને બફાટ ભારે પડ્યો, વિરોધનો વંટોળ પહોંચ્યો અમદાવાદ, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડમાં રેલી પહેલાં જ કૉંગ્રેસ દ્વારા આ ટીકા કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે નોંધ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઉત્તરાખંડના રૂદ્રપુર શહેરની મુલાકાત લેવાના છે. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે વડા પ્રધાન આ તક ઝડપીને લોકોને કહેશે કે રાજ્યમાં તેમની સરકાર અર્થપુર્ણ સુધારા કરવામાં કેમ નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: મહાયુતિની બેઠકોની વહેંચણીનું કભી હાં કભી ના..
ભાજપ સરકાર નિરાશાજનક રીતે બેરોજગારી અને સ્થળાંતરના સૌથી મોટા પ્રશ્નનું નિરાકરણ કરવામાં બિનઅસરકારક સિદ્ધ થઈ છે. 2021માં એક આરટીઆઈમાં જાણવા મળ્યું હતું કે પાંચ લાખ લોકોએ રાજ્યમાંથી છેલ્લા 10 વર્ષમાં સ્થળાંતર કર્યું છે. સ્થળાંતરનો દર વધી રહ્યો છે.
આ પણ વાંચો: ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ભાજપ આપશે ‘રિપોર્ટ કાર્ડ’, જાણો શું છે આ પ્લાનિંગ
આ બધી સમસ્યાના નિરાકરણને છોડીને ભાજપ અન્ય બાબતો પર ધ્યાન આપે છે. 2022માં ભાજપના નેતા પેપરલીક કાંડમાં પકડાયા હતા અને તેને કારણે 1.6 લાખ લોકોની સરકારની નોકરી મેળવવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. અત્યારે રાજ્યના યુવાનોમાં હતાશા છે, એમ જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું. (પીટીઆઈ)