બિહારમાં ખડગેનાં હેલીકોપ્ટરની તપાસને લઈને વિવાદ- કોંગ્રેસે ચૂંટણી પંચને કર્યા સવાલો
પટના : દેશમાં લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે બિહારના સમસ્તીપૂરમાં અને મુજજફરપૂરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. ત્યારે બીજા જ દિવસે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટર ચેક કરાયું હોવાની ફરિયાદ ચૂંટણી પંચમાં નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓને સ્વતંત્ર રીતે ફરવાની અનુમતિ આપવામાં આવે છે. આ પહેલા પણ વાયનાડમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં પણ તપાસ કરવામાં આવી હતી.
બિહારના સમસ્તીપૂરમાં અને મુજજફરપૂરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. ત્યારે બીજા જ દિવસે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટર ચેક કરાયું હોવાની ફરિયાદ ચૂંટણી પંચમાં નોંધાવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચના અધિકારીઓ વિપક્ષના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ભાજપના નેતાઓને સ્વતંત્ર રીતે ફરવાની અનુમતિ આપવામાં આવે છે. આ પહેલા પણ વાયનાડમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં પણ તપાસ કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતા રાજેશ રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર દાવો કર્યો હતો કે, “પહેલા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ચેક કરાયું અને હવે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટર ચેક કરવામાં આવ્યું. કોંગ્રેસના બિહાર એકમના પ્રવક્તા રાજેશ રાઠોડે એક વિડીયો શેર કર્યો હતો, તેમાં આરોપ કરતાં કહ્યું હતું કે :સમસ્તીપૂરના મુખ્ય ચૂંટણી અધિકારી જ આ તપાસ કરાવી રહ્યા છે. તેમણે શેર કરેલા વિડિયોમાં એક હેલિકોપ્ટર જોઈ શકાઈ છે, જેની ચારે બાજુ પોલીસ સહિત અધિકારીઓ ઊભા દેખાય રહ્યા છે.
રાજેશ રાઠોડે ચૂંટણી પંચને સવાલો કર્યા હતા કે ચૂંટણી પંચે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું કોંગ્રેસના નેતાઓ માટે જ આ તપાસ જરૂરી છે, એનડીએના નેતાઓની કોઇની આમ તપાસ કરવામાં આવી છે ? જો આવા કોઈ પુરાવા હોય તો તમારે જાહેર કરવા જોઈ અથવા તો એવું માનવામાં આવશે કે માત્ર વિપક્ષના નેતાઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જ્યારે એનડીએના નેતાઓને ખુલ્લેઆમ ફરવાની સ્વતંત્રતા આપવામાં આવી રહી છે.