કેમ ત્રણ રાજ્યમાં મુખ્ય પ્રધાનના નામ ઘોષિત કરતા નથી? કૉંગ્રેસનો તીખારો
આમ તો તાજેતરના ચૂંટણી પરિણામો બાદ કૉંગ્રેસ પાસે બોલવા માટે કંઈ રહેતું જ નથી, પણ રાજકારણમાં એકબીજા પક્ષોને ટોણા મારવાનો મોકો ચૂકાઈ નહીં તે ન્યાયે કૉંગ્રેસે ભાજપને સવાલ કર્યો છે કે ચૂંટણીના પરિણામોના ચાર દિવસ બાદ પણ પોતે જીતેલા રાજયોમાં મુખ્ય પ્રધાનનું નામ આપવામાં ભાજપ શા માટે વિલંબ કરી રહ્યું છે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. 24 કલાકની અંદર તેલંગાણાના મુખ્ય પ્રધાનની નિમણૂકમાં કથિત વિલંબ મામલે મીડિયામાં દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની ટીકા થઈ રહી હતી.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને ભારે જનસમર્થન મળ્યું હતું. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રણેય રાજ્યો પોતાના મુખ્યમંત્રીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે પૂછ્યું કે મુખ્યમંત્રીઓની જાહેરાતમાં વિલંબ કેમ થાય છે?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. 24 કલાકની અંદર, તેલંગાણાના મુખ્ય પ્રધાનની નિમણૂકમાં કહેવાતા ‘વિલંબ’ માટે મીડિયામાં દરેક જગ્યાએ કોંગ્રેસ પાર્ટીની ટીકા થઈ રહી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારા મુખ્ય પ્રધાનની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે અને તેમણે આજે શપથ પણ લઈ લીધા. પરંતુ ત્રણ દિવસ બાદ પણ ભાજપ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન માટે પોતાના મુખ્ય પ્રધાનોની જાહેરાત પણ કરી શકી નથી.
ભાજપને પાંચમાંથી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સ્પષ્ટ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં ભાજપે જંગી બહુમતી મેળવીને 163 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી હતી. છત્તીસગઢમાં ભાજપે 54 બેઠકો જીતીને સત્તા કબજે કરવામાં સફળતા મેળવી છે. તે જ સમયે, કોંગ્રેસે તેલંગાણામાં 64 બેઠકો જીતી હતી. આજે ભાજપની સંસદીય દળોની બેઠક છે, જે બાદ નામ અને શપથવિધિની તારીખ ઘોષિત થાય તેવી સંભાવના છે.