શું Gujaratમાં ભાજપને હરાવવા Congress એકલી મેદાને કે Aap સાથે ટકાવી રાખશે ગઠબંધન ?
નવી દિલ્હી: 18 મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર ભારે હોબાળા વચ્ચે ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 2027 માં ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો છે. જો કે આ સમયે કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટી ગયું છે અને કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે આ ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતું જ હતું. જો કે આ સમયે રાહુલ ગાંધીએ કઈ રણનીતિન આધારે દાવો કરી રહ્યા છે કે ભાજપને ઇન્ડી અલાયન્સ હરાવી દેશે તેના પર પ્રશ્નાર્થ ખડું થાય છે.
રાહુલ ગાંધીએ સંસદમાં લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર થઈ રહેલી ચર્ચા દરમિયાન તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે અમે તમને ગુજરાતમાં હરાવિશુ. ગુજરાતમાં 2024 ની લોકસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન હતું. જેમાં આપને ભરૂચ અને ભાવનગર બેઠક મળી હતી. ભરૂચ બેઠક પર ચૈતર વસાવાએ કટોકટીની ટક્કર આપી હતી, જ્યારે ભાવનગર બેઠક પર ખૂબ જ લાંબો ગાળો રહ્યો હતો. રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ એ પણ ચર્ચાએ જોર પકડયું છે કે શું હવે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન યથાવત રહેશે કે કેમ ?
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી વધુ કોઇથી નુકસાન થયું હોય તો આમ આદમી પાર્ટીથી. ભાજપ સામે મોટા પાયે મતોનું વિભાજન થઈ જવાથી કોંગ્રેસ 17 સીટો પર આવી ગઇ હતી. જો કે હાલ રાહુલ ગાંધીએ 2027ની ચૂંટણીને લઈને ભાજપ ફેંકેલા પડકારને લઈને હવે એ અટકળો તેજ થઈ છે કે પંજાબમાં ભલે બંને પાર્ટી એકબીજાના વિરોધમાં હોય તેમજ દિલ્હી અને હરિયાણામાં ભલે ગઠબંધનનો સંઘ દ્વારકા ન પહોંચ્યો હોય પરંતુ ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં આ બંને પાર્ટીઓ એકબીજાનો હાથ નહિ છોડે.
આ પન વાચો : યુપીના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડઃ અનેકનાં મોત
રાહુલ ગાંધીના આ નિવેદન પર ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડેલા ચૈતર વસાવા સિવાય કોઈ મોટા નેતાઓએ ખાસ પ્રતિક્રિયા નથી આપી. ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ ટીએમસી સાંસદ મહુઆ મોયત્રાના સંસદમાં અપાયેલ નિવેદનને શેર કર્યું હતું. જ્યારે ચૈતર વસાવાએ ભાજપને ગુજરાતમાં હાર આપવાના રાહુલ ગાંધીના નિવેદનને શેર કર્યું હતું. લોકસભા 2024 ની ચૂંટણીમાં ચૈતર વસાવાએ કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલની ભરૂચ બેઠક પર ભાજપને હરવવાનો દાવો કર્યો હતો. જો કે આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ કટોકટીની લીડથી જીત મેળવી હતી