Paytmની સર્વિસીઝને લઈને કંફ્યૂઝન ? અહી જાણો આજથી શું ચાલુ રહેશે અને શું થશે બંધ?
નવી દિલ્હી: Paytm deadline 15 march:RBIએ ગયા મહિને Paytm પેમેન્ટ બેન્ક પર કાર્યવાહી કરી હતી ત્યારથી બેન્કની તમામ સર્વિસીઝ પર રોક લગાવી દીધી હતી. પરંતુ Paytm એપ્લીકેશન અને Paytm payment Bankના નામ એક જેવા હોવાથી યુઝર્સમાં ઘણી ગડમથલ છે. યુઝર્સમાં ઘણી કંફ્યૂઝન છે કે કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે અને કઈ કઈ સેવાઓ આજથી (15 માર્ચથી) સમાપ્ત થવા જય રહી છે.
RBIની ડેડલાઇન પ્રમાણે આજથી (15 માર્ચ 2024થી) Paytm payment Bankની સેવાઓ નહીં ચાલે, આજથી બંધ થાય છે.Paytm એ પોતાની તમામ સર્વિસીઝને લઈને એક જરૂરી પેજ લાઈવ કર્યું છે. આ પેજ પેટીએમ એપ અને તેની વેબસાઇટ એમ બંને પર જોવા મળી શકે છે. આજે આપણે અહી જાણીશું કે Paytm ની કઈ કઈ સેવાઓ 15 માર્ચ પછી પણ ચાલુ રહેશે.
1 રિચાર્જ અને બિલ પેમેન્ટ: અગાઉ કંપનીએ જણાવ્યુ હતું તે રીતે પેટીએમથી તમે બિલ પેમેન્ટ અને ફોન રિચાર્જ કરી શકશો તેમાં કોઈ બાધરૂપ નથી. તેમજ પહેલાની જેમ જ મૂવી ટિકિટ અને ટ્રાવેલ ટિકિટ પર બીક કરવી શકશો.
2 OR કોડ અને સાઉન્ડ બોક્સ: આ બંને સેવાઓ પણ અગાઉની જેમ જ કામ કરશે. પરંતુ હવે અહી સવાલ એ ઊભો થાય છે કે શું અગાઉની જેમ પેટીએમ પેમેન્ટ બેન્ક વોલેટનો ઉપયોગ કરી શકાશે? ના, 15 માર્ચ બાદ આ સેવા નહીં મળી શકે. આ પહેલા કંપની બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા આપતું હતું.
3 FASTag અને NCMC કાર્ડ: તમે 15 માર્ચ સુધી આ કાર્ડનો ઉપયોગ કરી શકશો. જો કે, માત્ર હાલની બેલેન્સનો ઉપયોગ કરી શકાશે. 15 માર્ચ પછી, તમે Paytm પેમેન્ટ બેંક દ્વારા જારી કરાયેલા FASTag અને NCMC કાર્ડને રિચાર્જ કરી શકશો નહીં. તમારે તેમને બંધ કરવું પડશે. આ માટે તમે બેંકને વિનંતી કરી શકો છો. જે બાદ તમે નવું ફાસ્ટેગ ખરીદી શકશો.
15 માર્ચ સુધી આ કાર્ડનો ઉપયોગ થઈ શકશે. જો કે તેમાં જમા બેલેન્સનો જ ઉપયોગ કરી શકાશે. 15 માર્ચ બાદ તમે Paytm Payment Bank દ્વારા જારી કરાયેલા FASTag અને NCMC કાર્ડને રિચાર્જ નહીં કરી શકો. આ કાર્ડ્સ તમારે બંધ કરાવવા પડશે જેના માટે તમારે બેંકમાં રિકવેસ્ટ કરવી પડશે અને ત્યાર બાદ આપ નવું Fastag કાર્ડ લઈ શકશો.
UPI પેમેન્ટ: આ માટે Paytm એપનો ઉપયોગ કરી શકશો. NPCIએ થર્ડ પાર્ટી UPI પેમેન્ટ માટે પેટીએમને મંજૂરી આપી છે. જો કે, તમે Paytm પેમેન્ટ બેંક વૉલેટ દ્વારા કોઈપણ ચુકવણી કરી શકશો નહીં. તમે આ એપનો ઉપયોગ થર્ડ પાર્ટી UPI એપની જેમ કરી શકો છો.