બંગાળની બહેરામપુર સીટ પર કોંગ્રેસના અધીર રંજન અને TMCના યુસુફ પઠાણ વચ્ચે ટક્કર, જાણો કોણ છે વધુ અમીર
મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ લોકસભા ચૂંટણીમાં ક્રિકેટો પાછળ મોટો દાવ લગાવ્યો છે. પાર્ટીએ પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan)ને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, યુસુફ બહેરામપુરથી ચૂંટણી લડશે. આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan) પણ મેદાનમાં છે. આ ચૂંટણીમાં બંને દિગ્ગજ સામસામે આવશે તો આ લોકસભા સીટ પર મુકાબલો રસપ્રદ બની રહેશે.
સંપત્તિના મામલે યુસુફ પઠાણ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી કરતા લગભગ 25 ગણા વધુ અમીર છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તેની પાસે લક્ઝરી કાર, આલીશાન બંગલો અને અન્ય મોંઘી વસ્તુઓ પણ છે. જ્યારે કોંગ્રેસના નેતા અને બહેરામપુરથી સંભવીત ઉમેદવાર અધીર રંજન પાસે 2 કરોડ રૂપિયાનું રહેણાંક મકાન, 40 લાખ રૂપિયાની કોમર્શિયલ જમીન અને 6 કરોડ રૂપિયાની બિનખેતીની જમીન છે.
યુસુફ પઠાણ પાસે રૂ.248 કરોડ સંપત્તિ
caknowledge.com મુજબ, પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર (Yusuf Pathan Net Worth)પાસે 30 મિલિયન ડોલર એટલે કે લગભગ 248 કરોડ રૂપિયાની સંપત્તિ છે. યુસુફ પઠાણની મહત્તમ આવક (Yusuf Pathan Income) ક્રિકેટમાંથી આવે છે, જેની વાર્ષિક આવક 20 કરોડ રૂપિયાથી વધુ છે. તેની પાસે 6 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લક્ઝુરિયસ બિલ્ડિંગ છે, જ્યાં તે તેના ભાઈ ઈરફાન અને પરિવાર સાથે રહે છે. બંને ભાઈઓએ આ ઘર 2008માં 2.5 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.
અધીર રંજન ચૌધરી પાસે કેટલી સંપત્તી?
myneta અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીની કુલ સંપત્તિ 10,13,15,437 રૂપિયા છે, જ્યારે તેમના પર 85 લાખ રૂપિયાથી વધુનું દેવું પણ છે. બેંકોમાં 17 લાખ રૂપિયાથી વધુની ડિપોઝીટ છે. LICમાં 10 લાખ રૂપિયાનું રોકાણ પણ છે. આ સિવાય ચૌધરી પાસે 23 લાખ રૂપિયાની કાર અને 26 લાખ રૂપિયાની જ્વેલરી છે.