છેલ્લા ૧૦ વર્ષોમાં લોકતાંત્રિક માળખાને નષ્ટ કરવાના સંગઠિત પ્રયાસ થયાઃ ખડગેનો દાવો

નવી દિલ્હીઃ ૨૦૨૪ ભારતના લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ વર્ષ છે. આ વાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવી હતી. ૧૪૦ કરોડ ભારતીયોએ એક ચુકાદો આપ્યો છે જે આપણા રાષ્ટ્ર નિર્માતાઓ દ્વારા સખત મહેનતથી બનાવવામાં આવેલી લાંબા સમયથી ચાલતી સંસ્થાઓ પર વિશ્વાસ રાખે છે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષોમાં લોકતાંત્રિક માળખાને તોડી પાડવા, સંસ્થાઓને તોડી પાડવા અને આપણી પ્રણાલીની અખંડિતતાને નુકસાન પહોંચાડવાના સંગઠિત પ્રયાસો થયા છે. ખડગેએ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના કથનને ટાંકીને કહ્યું કે લોકતંત્ર સરકારનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. તે લોકોને એ કહેવાનો અધિકાર આપે છે કે તેઓ કેવી રીતે શાસન કરે અને તેમના નેતાઓને જવાબદાર ઠેરવે.
આ પણ વાંચો: જગદીપ ધનખડના રોષ બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન “સંસદમાં મારુ જ અપમાન, આ ભૂલ સભાપતિની”
ખડગેએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામોના સંદર્ભમાં કહ્યું કે વર્ષ ૨૦૨૪ ભારતના લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ વર્ષ છે. ૧૪૦ કરોડ ભારતીયોએ એક ચુકાદો આપ્યો છે જે આપણા રાષ્ટ્ર નિર્માતાઓ દ્વારા સખત મહેનતથી બનાવવામાં આવેલી આપણી લાંબા સમયથી ચાલતી સંસ્થાઓ પર વિશ્વાસ રાખે છે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી INDI ગઠબંધનની બેઠક : શું લેવાયા નિર્ણયો ?
આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ નિમિત્તે એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે હવે આપણે આપણા સંસદીય લોકતંત્ર અને બંધારણના મૂલ્યોને જાળવી રાખવા અને નૈતિકતાનું રક્ષણ કરવા માટે વધુ સાવચેત રહેવું પડશે. જેમાં આપણે ભારતના લોકો સામૂહિક રીતે વિશ્વાસ કરીએ છીએ.