ભારતમાં અડધાથી વધુ ટ્રક ડ્રાઈવરોની દ્રષ્ટિ નબળી, IITના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી: ટ્રકને કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સમાચારમાં આવતી હોય છે, એવામાં ગઈ કાલે મંગવારે એક ચિંતાજનક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ભારતમાં લગભગ 55.1 ટકા ટ્રક ડ્રાઈવરોની દૃષ્ટિ નબળી (Indian Truck Drivers Vision Report)) છે, જ્યારે 53.3 ટકા ડ્રાઈવરને દૂરની દ્રષ્ટિ માટે સારવાર(distance vision correction) ની જરૂર છે અને 46.૭ ટકા ડ્રાઈવરને નજીકની દૃષ્ટિ માટે સારવાર(Near-vision treatment) ની જરૂર છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), દિલ્હી દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, લગભગ 44.3 ટકા ડ્રાઇવરોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) બોર્ડર લાઈન અથવા તેનાથી ઉપર છે. જ્યારે 57.4 ટકા ડ્રાઈવરને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે, અને 18.4 ટકા ડ્રાઈવરમાં બ્લડ સુગરનું સ્તર બોર્ડરલાઈન અથવા તેનાથી વધુ હતું.
50,000 ટ્રક ડ્રાઈવરોની તપાસ:
IIT દિલ્હીએ આ રિપોર્ટ ફોરસાઈટ ફાઉંડેશનના સહયોગથી તૈયાર કર્યો છે. અહેવાલ તૈયાર કરવા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કોંગ્રેસ અને તમિલનાડુ રાજ્યના કુલ 50,000 ટ્રક ડ્રાઈવરોની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ લગભગ 33.9 ટકા ટ્રક ડ્રાઈવરોને ‘મોડરેટ લેવલ ઓફ સ્ટ્રેસ’ની તકલીફ છે. 2.9 ટકા ડ્રાઈવરને હાઈ લેવલ ઓફ સ્ટ્રેસ છે, જેમને મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટની જરૂર છે.
Also read: ભારતની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઈવર: યોગિતા રઘુવંશી
નિતિન ગડકરીએ શું કહ્યું હતું:
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ‘‘માર્ગો પર 70 ટકા ટ્રાફિક વધવા સાથે ભારત પરિવહન ક્ષેત્રમાં પડકારોનો સામનો કરી રહ્યું છે.’’ ગડકરીએ જણાવ્યું હતું કે ભારતના પરિવહન ક્ષેત્ર સામે એક મોટો મુદ્દો ડ્રાઇવરોની અછત છે અને દર 100 ટ્રક માટે ફક્ત 75 ડ્રાઇવરો છે. તેમણે કહ્યું, “અમે ડ્રાઇવરોની તાલીમ અને વેલ્ફેર પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તેમના જીવનમાં સુધાર માટે ડિજિટલાઇઝેશન અને એપ્લિકેશન ઇન્ટીગ્રેશાન માટે કામ કરી રહ્યા છીએ.”
લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ:
દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ટ્રક એક મહત્વપૂર્ણ માધ્યમ છે. ટ્રકોને ભારતીય લોજિસ્ટિક્સ ક્ષેત્રની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. આ ટ્રકો ચલાવતા ડ્રાઇવરોને અનેક પડકારો અને કઠોર જીવનશૈલીમાંથી પસાર થાય છે. આમાં ટ્રક ડ્રાઇવિંગના લાંબા કલાકો, અનિયમિત શિફ્ટ, લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે