ટોપ ન્યૂઝનેશનલ

બંગાળના મુર્શિદાબાદમાં કોમી હિંસા, મકાનો અને દુકાનોમાં તોડફોડ, કલમ 163 લાગુ

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જીલ્લામાં ફરી એકવાર સાંપ્રદાયિક હિંસા (Communal Violence in Murshidabad) ફાટી નીકળી છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારમાં લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત વાંધાજનક મેસેજને અંગે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કાર્તિક પૂજા પંડાલ પાસેના ગેટ પર લગાવેલા ડિસ્પ્લે બોર્ડ પર એક સમુદાય વિરુદ્ધ વાંધાજનક મેસેજ લખાવામાં આવ્યો હતો, જેની વાત આસપાસના વિસ્તારોમાં ફેલાતા અથડામણ શરૂ થઈ હતી. પોલીસે કહ્યું છે કે અથડામણમાં કથિત રીતે સામેલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દેશી બોમ્બ ફોડવામાં આવ્યા:
ડિસ્પ્લે બોર્ડ પર વાંધાજનક મેસેજ બાબતે એક જૂથ એકત્ર થઈ ગયું અને અથડામણ શરૂ થઈ. આ દરમિયાન બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘણી દુકાનો અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને દેશી બનાવટના બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતાં.

Also Read – મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન…

અથડામણમાં પોલીસના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો હતો. સવાર સુધીમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ વિસ્તારમાં તણાવ યથાવત છે.

ઈન્ટરનેટ સર્વિસ સ્થગિત:
પોલીસના જણાવ્યા અનુસાર, મુર્શિદાબાદના બેલડાંગા અને નજીકના કાઝીસાહા અને બેગુરબન વિસ્તારોમાં BNSની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં ઇન્ટરનેટ સર્વિસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button