નેશનલ

ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, સમિતિએ સીએમ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો

દેહરાદુન: ભારતીય જનતા પાર્ટી (BJP) દેશમાં વહેલી તકે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વચન આપી ચુકી છે. ઉત્તરાખંડ સરકાર UCC લાગુ કરવા મામલે ઝડપથી કામ કરી રહી છે, પુષ્કર સિંહ ધામી (Pushkar singh Dhami) સરકારે UCCના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નિયમોનો ડ્રાફ્ટ બનાવનારી સમિતિના અધ્યક્ષ ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહે આજે સચિવાલયમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો હતો.

આ દરમિયાન મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરવા માટેના નિયમોનો ડ્રાફ્ટ મળ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડના અમલની તારીખ નક્કી કરવા માટે ટૂંક સમયમાં કેબિનેટની બેઠક મળશે જેમાં તે ક્યારે લાગુ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

નોંધનીય છે કે ધામીએ 2022ની વિધાનસભા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું હતું, જેને પૂરું કરવા તેમણે પ્રથમ કેબિનેટ બેઠકમાં એક સમિતિની રચના કરી હતી. હવે સમિતિએ મુખ્ય પ્રધાન ધામીને ડ્રાફ્ટ સોંપ્યો છે. ઉત્તરાખંડ સરકાર હવે ડ્રાફ્ટનો અભ્યાસ કરશે અને તેને રાજ્ય કેબિનેટ સમક્ષ મૂકશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે.

UCCના અમલીકરણ પછી, ઉત્તરાખંડ UCC લાગુ કરનારું સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બનશે. ઉત્તર પ્રદેશથી અલગ થયા પછી 9 નવેમ્બર, 2000ના રોજ ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું. સીએમ ધામીના જણાવ્યા અનુસાર, યુસીસીને દેવભૂમિ ઉત્તરાખંડમાં 9મી નવેમ્બર એટલે કે રાજ્ય સ્થાપના દિવસથી લાગુ કરી શકાય છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button