મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં રાહત! આટલા રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી: આજે મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ડોમેસ્ટિક LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડરના અપડેટેડ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ગ્રાહકોને થોડી રાહત આપવા આવી છે, જ્યારે ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં માત્ર ₹10નો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામનું કોમર્શિયલ LPG સિલિન્ડર 1550.50 રૂપિયાને બદલે 1580.50 રૂપિયામાં મળશે, કોલકાતામાં 1694 ને બદલે 1684 રૂપિયા, મુંબઈમાં 1542 રૂપિયાના બદલે 1531.50 રૂપિયા, ચેન્નઈ 1750 રૂપિયાને બદલે 1939.50 રૂપિયામાં, અમદાવાદમાં 1,608 રૂપિયાને બદલે 1,598 રૂપિયામાં મળશે.
14.2 કિલોગ્રામનું ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોગ્રામના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં હાલ 853 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા, અમદાવાદમાં 860 રૂપિયા છે.
કેવી રીતે નક્કી થાય છે ભાવ:
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) જેવી સરકારી પેટ્રોલીયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે તે ‘ઈમ્પોર્ટ પેરીટી પ્રાઈઝ (IPP)ને આધારે LPG સીલીન્ડરના ભાવમાં નક્કી કરે છે.
ઈમ્પોર્ટ પેરીટી પ્રાઈઝ (IPP)માં બેન્ચમાર્ક ઇન્ટરનેશનલ ફ્યુઅલના સરેરાશ ભાવ, ડોલર-રૂપિયા એક્ષચેન્જ રેટ, ફ્રેટ, ટેક્સ વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. રાજ્ય દ્વારા લગાવવામાં આવતા ટેક્સ અને લોજિસ્ટિક્સ ખર્ચને ધ્યાનમાં રાખીને અલગ અલગ શહેર માટે કિંમતો નક્કી કરવામાં આવે છે.



