નેશનલ

‘મારી ધીરજની પરીક્ષા ન કરો, જલ્દી ભારત આવો’ પ્રજજ્વલ રેવાન્નને પૂર્વ PM દેવગૌડાની ચેતવણી

બેંગલુરુઃ કર્ણાટકની હાસન લોકસભા બેઠક પર જેડીએસના સાંસદ પ્રજજ્વલ રેવાન્ન હજુ સુધી ફરાર છે. આ મુદ્દે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ પોતાના પૌત્ર પ્રજજ્વલ રેવાન્ન માટે ચેતવણીના સૂર ઉચ્ચારી ભારત જલ્દી પરત આવવા કહ્યું છે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા એ x પર પોસ્ટ કરતાં લખ્યું કે ‘મે પ્રજજ્વલને ચેતવણી આપી છે કે તે જ્યાં પણ હોય ત્યાંથી ભારત પરત આવે અને અહીં કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લે. તેણે મારી ધીરજની કસોટી ના કરવી જોઈએ.

પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ એ પણ કહ્યું કે, જો તેમના પર લાગેલા આરોપ સાચા સાબિત થાય તો તેને આકરામાં આકરી સજા થવી જોઈએ

આ પણ વાંચો: Karnataka Sex scandal: પ્રજ્વલ રેવન્નાની કોર્ટે જાહેર કર્યું વોરંટ

‘મને પ્રજજ્વલની વિદેશ યાત્રાની માહિતી નથી’

પૂર્વ વડાપ્રધાન પ્રજજ્વલ રેવાન્નને મારી ચેતવણી સાથે બે પાનાંનો ચેતવણી પત્ર મોકલ્યો છે. એ પત્રમાં લખ્યું છે કે,’છેલ્લા કેટલાક વખતમાં લોકોએ મારા અને મારા પરિવાર સામે સૌથી આકરા શબોનો ઉપયોગ કર્યો છે. હું લોકોને એ નાથી સમજાવી શકતો કે પ્રજજ્વલની ગતિવિધિઓ અંગે હું કઈ નથી જાણતો.

હું તેઓને એ પણ નથી સમજાવી શકતો કે હું તેમને બચાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યો. મને તેની વિદેશ યાત્રા અંગે કોઇ માહિતી નથી. હું મારા અંતરાત્માનો અવાજ સાંભળવામાં વિશ્વાસ રાખું છું. હું ઈશ્વરમાં શ્રદ્ધા રાખું છું અને જાણું છું કે ઈશ્વર તમામ સત્ય જાણે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button