પાટનગરમાં ઠંડીની વિદાયઃ તાપમાનમાં વધારો થતા મુંબઈગરા પરેશાન

નવી દિલ્હીઃ દેશભરમાં ઠંડીની વિદાય બાદ ફરી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી સહિત ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પછી તાપમાન એટલું વધી ગયું છે કે લોકો પરેશાન થઈ ગયા છે. દેશના પાટનગર દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈમાં તાપમાનનો પારો અચાનક ઉચકાયો છે, તેમાંય વળી મુંબઈમાં તાપમાન વધતા મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થયા હતા.
બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. 25 ફેબ્રુઆરીએ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની શરૂઆત થશે જેના કારણે ઘણા રાજ્યોના હવામાનમાં ફેરફાર થશે.
આપણ વાંચો: Gujarat માં શિયાળો અંત તરફઃ આગામી બે દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર નોંધાશે
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાનમાં થશે વધારો
છેલ્લા 24 કલાકમાં હવામાનની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, પશ્વિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશમાં 1-4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો હતો. ગુજરાત, જમ્મુ કાશ્મીરમાં તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો વધારો થયો હતો.
આગામી ચાર દિવસો દરમિયાન ઉત્તર અને પશ્વિમ ભારતમાં લઘુમત તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. તે સિવાય આગામી ત્રણ દિવસો દરમિયાન મધ્ય ભારતમાં લઘુતમ તાપમાનમાં કોઇ પરિવર્તન થવાની સંભાવના નથી. ત્યાર બાદ બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે.
આપણ વાંચો: ગુજરાતમાં ગરમીની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું
ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીરમાં 25-28 ફેબ્રુઆરી, હિમાચલ પ્રદેશમાં 26-28 ફેબ્રુઆરી, ઉત્તરાખંડમાં 27 અને 28 ફેબ્રુઆરીના રોજ વરસાદ વરસશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તે સિવાય પૂર્વોત્તર ભારતમાં 23 ફેબ્રુઆરીના રોજ વીજળી પડવાની, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડડમાં 25-28 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ થશે. જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં 25-28 ફેબ્રુઆરીએ વરસાદ વરસશે. તેના સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 26 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી, પશ્વિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 27 ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી, પશ્વિમ રાજસ્થાનમાં 27 અને 28 ફેબ્રુઆરી, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં 28 ફેબ્રુઆરી અને એક માર્ચના રોજ વરસાદ વરસશે.