દિલ્હી-NCRમાં પ્રદૂષણ વચ્ચે ધુમ્મસ, UP-બિહારમાં કોલ્ડ વેવની આપી હવામાન વિભાગે આગાહી

નવી દિલ્હી: દેશભરમાં ઠંડનો પ્રકોર ધીમે ધીમે વધી રહ્યો છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની છે. હવામાન વિભાગે ત્રણ રાજ્યોમાં કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરી છે, તો દિલ્હીમાં AQI ‘ગંભીર’ સ્તરે યથાવત્ છે. સવારે હળવી ઘુમ્મસ પણ દેખાઈ હતી, જે આગામી દિવસોમાં વધવાની સંભાવના હવામાન વિભાગે કરી છે.
દિલ્હીના અનેક વિસ્તારોમાં સવારે સ્મોગની પાતળી ચાદર છવાઈ રહી છે. IMDના અનુમાન મુજબ, આગામી સાત દિવસ સુધી સવારે હળવી ઘુમ્મસ રહેશે. લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રદૂષણની વાત કરીએ તો CPCB અનુસાર અનેક સ્થળોએ AQI 400ને પાર જોવા મળ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં દિવસે તીવ્ર સૂર્યપ્રકાશ હોવા છતાં રાત્રે ઠંડક વધી રહી છે. IMDએ મધ્ય પ્રદેશ, દક્ષિણ હરિયાણા, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 15 નવેમ્બર સુધી કોલ્ડ વેવ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ઠંડનો અસર સ્પષ્ટ થઈ રહ્યો છે.
બિહારની રાજધાની પટના સહિત રાજ્યના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનો પ્રભાવ વધશે. મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઝારખંડમાં દાંત કકડાવતી ઠંડી લાગવાની સ્થિતિ બની શકે છે. પૂર્વોત્તર ભારત, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ ઘુમ્મસની આગાહી છે.
આપણ વાંચો: દિલ્હી બોમ્બ બ્લાસ્ટ: ચાંદની ચોક, જામા મસ્જિદમાં સન્નાટો જનજીવન ઠપ્પ, જાણો શું અત્યારનો માહોલ



