Cold Wave Hits Kashmir: Kokernag at -3.9°C

કાશ્મીરમાં શીત લહેરનો પ્રકોપઃ કોકરનાગમાં માઇનસ ૩.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન…

શ્રીનગરઃ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન હિમાંકથી અનેક ડિગ્રી નીચે રહેતા લોકો ભીષણ શીત લહેરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. આ માહિતી અધિકારીઓએ આજે આપી હતી. શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગત રાત્રિ જેટલું જ હતું.

આ પણ વાંચો : ‘Palestine’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યાં પ્રિયંકા ગાંધીઃ ભાજપે કરી ટીકા…

ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગત રાત્રિ કરતાં થોડું ઓછું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ગત રાત્રિના માઇનસ ૪.૮ ડિગ્રી કરતાં થોડું ઓછું હતું.

પંપોર શહેરના સીમાડે આવેલું એક શાંત ગામ કોનીબલ ખીણનું સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું, જ્યાં પારો માઇનસ ૬ ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. કાશ્મીરના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૪ ડિગ્રી, ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઇનસ ૪.૨ ડિગ્રી અને દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઇનસ ૩.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ પણ વાંચો : EVM મુદ્દે ઓમર અબ્દુલ્લાના સૂર બદલાયાઃ કોંગ્રેસને આપી મોટી સલાહ…

હવામાન વિભાગે ૨૬ ડિસેમ્બર સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની તથા ૨૧-૨૨ ડિસેમ્બરની રાત્રે ખીણના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષાની આગાહી કરી છે. જો કે આગામી ત્રણ દિવસ સુધી ખીણમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની તથા કેટલાક સ્થાનો પર શીત લહેરની સંભાવના પણ વ્યક્ત કરી છે.

Back to top button