નેશનલ

આબોહવા બદલતા ઠંડા પ્રદેશોમાં વધ્યો ઝેરી સાપનો ખતરો?

નવી દિલ્હી: નેપાળની રાજધાની કાઠમંડુમાં એક મહિનામાં 10 અત્યંત ઝેરી સાપ 9 કિંગ કોબ્રા અને 1 મોનોકલ્ડ કોબ્રા મળી આવ્યા હતા.

આ સાપ સામાન્ય રીતે ભેજવાળા વિસ્તારો જેવા કે ખેતરો, નદીઓ અને મેન્ગ્રોવ જંગલોમાં જોવા મળે છે, પરંતુ ઠંડા પ્રદેશોમાં તેમની હાજરીએ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. નેપાળના પર્વતીય અને ટેકરી વિસ્તારોમાં તાપમાનમાં ઝડપી વધારો અને ઝેરી સાપો મળવાની ઘટના આબોહવા પરિવર્તની ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે.

આપણ વાંચો: ગુજરાતનું વૈશ્વિક કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર, જ્યાં થઈ રહ્યું છે 300થી વધારે ઝેરી સાપોનું સંશોધન!

સૂત્રોની જાણકારી પ્રમાણે, આ સાપ ભાનજ્યાંગ, ગોપાલેશ્વર, સોખોલ અને ફૂલચોક જેવા ટેકરી વિસ્તારોમાંથી રેક્યૂ કરવામાં આવ્યા છે, આ ઝેરી સાપો રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી જતા સ્થાનિકોમાં પણ ભય માહોલ જોવા મળી રહ્યો છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેક્યૂ ટીમે આ કિંગ કોબ્રાઓને સુરક્ષિત રીતે નજીકના જંગલોમાં છોડ્યા હતા. રહેણાંક વિસ્તાર સાપ ઘૂસવા સાથે આ વિસ્તારોમાં સાપના ઈંડા અને સાપના ઘર પણ જોવા મળ્યાની માહિતી સ્થાનિકો આપી હતી.

આપણ વાંચો: આ ઝેરી સાપ કોબ્રાને ગળી ગયો….

નિષ્ણાતોના મતે, આ આકસ્મિક ઘટના નથી, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે સાપ ઠંડા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. નેપાળના પર્વતીય વિસ્તારોમાં મહત્તમ તાપમાન દર વર્ષે 0.05 ડિગ્રી સેલ્સિયસના દરે વધી રહ્યું છે, જે તેરાઈ કરતાં ઝડપી છે.

નેપાળના તેરાઈ વિસ્તારમાં દર વર્ષે લગભગ 2,700 લોકો ઝેરી સાપના ડંખથી મૃત્યુ પામે છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હોય છે. નેપાળમાં 89 સાપની પ્રજાતિઓમાંથી 17 ઝેરી છે, જેમાં કિંગ કોબ્રા, સામાન્ય કોબ્રા, ક્રેટ અને રસેલ્સ વાઈપર મુખ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button