કોચિંગ સેન્ટરની મુશ્કેલીઓ વધશેઃ વધતી સંખ્યા અને સામાજિક મુદ્દાઓની સંસદીય સમિતિ કરશે તપાસ

નવી દિલ્હીઃ દેશમાં વધતા તણાવને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કિસ્સાઓ વચ્ચે એક સંસદીય સમિતિએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની મદદ માટે કોચિંગ સેન્ટરોની “વધતી સંખ્યા” અને તેનાથી ઉદ્ભવતા સામાજિક મુદ્દાઓની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.
આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પર તેમની અસરની તપાસ કરશે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત પરની સ્થાયી સમિતિ આ કેન્દ્રો સંબંધિત સામાજિક મુદ્દાઓ પર પણ ધ્યાન આપશે.
આપણ વાચો: વિદ્યાર્થીઓની આત્મહત્યાથી કુખ્યાત કોટામાં હવે વિદ્યાર્થીઓના ગુમ થવાનાં બનાવોએ બનાવોએ ચિંતા વધારી
શૈક્ષણિક દબાણને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યામાં વધારો થવા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ પીએમ-શ્રી અને એનસીઈઆરટીના પ્રદર્શનની પણ સમીક્ષા કરશે.
સમિતિ 2025-26 માટે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (પીએમ-શ્રી) યોજનાની પણ સમીક્ષા કરશે. તે એનસીઈઆરટીની કામગીરી અને ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોનું પણ મૂલ્યાંકન કરશે.
સમિતિ શિક્ષણ મંત્રાલયના પ્રયાસો અને ઉચ્ચ શિક્ષણ પરિષદ (એચઈસીઆઈ)ની સ્થાપના કરવાની યોજનાઓની પણ સમીક્ષા કરશે. આ શિક્ષણના ઘણા પાસાઓ પર સ્પષ્ટતા પ્રદાન કરશે.
આપણ વાચો: આખા વિશ્ર્વમાં કેમ વધી રહી છે વિદ્યાર્થીઓની આત્મહત્યા
વિદ્યાર્થીઓને ટેકો આપવા સરકારના પ્રયાસોની સમીક્ષા કરશે
શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત પરની સ્થાયી સમિતિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની અસરો અને શિક્ષણ અને વિદ્યાર્થીઓ પર નવી ટેકનોલોજીના ફાયદાની પણ તપાસ કરશે.
સમિતિ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની મદદ કરવા માટે કોચિંગ સેન્ટરોની વધતી સંખ્યા, તેનાથી ઉદ્ભવતા સામાજિક મુદ્દાઓ અને આ બાબતે હાલના કાયદાઓની સમીક્ષા કરશે. ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા માટે સરકારના પ્રયાસોની પણ પેનલ સમીક્ષા કરશે.
આપણ વાચો: દેશમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યાથી Supreme Court ચિંતિત, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરાઇ
તપાસ માટે નવ સભ્યોની પેનલની રચના કરી હતી
તાજેતરના વર્ષોમાં અભ્યાસના દબાણને કારણે કોચિંગ સંસ્થાઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના કિસ્સાઓ નોંધાયા છે. જેમાં રાજસ્થાનના કોટા શહેરમાં જ ઘણા કિસ્સા નોંધાયા છે, જેને “ભારતની કોચિંગ કેપિટલ” કહેવામાં આવે છે.
શિક્ષણ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં કોચિંગ અને “ડમી સ્કૂલો” સંબંધિત મામલાઓ સિવાય પ્રવેશ પરીક્ષાઓની અસરકારકતા અને નિષ્પક્ષતાની તપાસ માટે નવ સભ્યોની પેનલની રચના કરી હતી. આ સમિતિ શાળા શિક્ષણ પ્રણાલીના સંદર્ભમાં સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ કેટલી અસરકારક અને નિષ્પક્ષ છે અને કોચિંગ ઉદ્યોગના વિકાસ પર તેના પ્રભાવનો અભ્યાસ કરી રહી છે.
યુજીસી નોન ટેકનિકલ હાયર એજ્યુકેશનની દેખરેખ રાખે છે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રસ્તાવિત એચઈસીઆઈ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી), ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)નું સ્થાન લેશે.
યુજીસી નોન ટેકનિકલ હાયર એજ્યુકેશનની દેખરેખ રાખે છે, એઆઈસીટીઈ ટેકનિકલ શિક્ષણનું નિરીક્ષણ કરે છે અને એનસીટીઈ શિક્ષકોના શિક્ષણ માટે નિયમનકારી સંસ્થા છે. સંસદીય પેનલ ભારતીય શૈક્ષણિક પરંપરાઓના અભ્યાસ અને વર્તમાન શિક્ષણ પ્રણાલી પર તેની અસરની પણ સમીક્ષા કરશે.



